વાંચો ….. નીતિશ કુમાર માટે નવેમ્બર મહિનો છે લકી, 20 નવેમ્બર સાથે છે ખાસ કનેક્શન…

પટના: બિહારની ચૂંટણીમાં એનડીએની જીતે ફરી એકવાર નીતિશ કુમારની રાજકીય કારકિર્દીને નવી ઉંચાઈ આપી છે. જેમાં નીતિશ કુમાર ગુરુવારે 20 નવેમ્બરના રોજ 10મી વખત બિહારના સીએમ બનીને નવો રેકોર્ડ બનાવવામાં જઈ રહ્યા છે. તેમના પક્ષ જેડીયુએ આ વખતની ચૂંટણીમાં સારું પરફોર્મન્સ આપ્યું છે. ત્યારે આપણે નીતિશ કુમારની જીવન ઝરમર પર નજર કરીએ તો જણાશે સ્વતંત્રતા સેનાનીના પરિવારમાં જન્મેલા નીતિશ કુમારે મોટી રાજકીય સિદ્ધિ મેળવી છે.
નીતિશ કુમારનું બાળપણનું નામ “મુન્ના”
નીતિશ કુમારનો જન્મ નાલંદા જિલ્લાના હરનૌતના કલ્યાણ બિઘામાં થયો હતો. તેમના પિતા સ્વતંત્રતા સેનાની હતા અને આધુનિક બિહારના સ્થાપકોમાંના એક મહાન ગાંધીવાદી અનુગ્રહ નારાયણ સિંહાના નજીકના હતા. તેમના પિતા કવિરાજ રામ લખન પણ આયુર્વેદિક ચિકિત્સક હતા. નીતિશ કુમારનું બાળપણનું નામ “મુન્ના” છે. તેમણે વર્ષ 1972 માં બિહાર કોલેજ ઓફ એન્જિનિયરિંગ માંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી હતી. તેઓ બિહાર રાજ્ય વીજળી બોર્ડમાં જોડાયા હતા. તેની બાદ તે રાજકારણમાં પ્રવેશ્યા હતા.
દેશમાં રાજ્યના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્યમંત્રી બન્યા
નીતિશ કુમાર જયપ્રકાશ નારાયણના સંપૂર્ણ ક્રાંતિ આંદોલનથી એટલા પ્રભાવિત થયા કે તે તેમાં જોડાયા હતા. નીતિશ કુમાર વર્ષ 1985 માં પહેલી વાર ધારાસભ્ય બન્યા. તેમણે બિહારના નાલંદા જિલ્લાની હરનૌત વિધાનસભા બેઠક લોકદળની ટિકિટ પર જીતી હતી. આ અગાઉ વર્ષ 1977 અને 1980 ની વિધાનસભા ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીત નીતિશ કુમારની રાજકીય કારકિર્દીની શરૂઆત હતી. તેમની રાજકીય સફરમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે અને આજે આ સ્થાન સુધી પહોંચ્યા છે. તેઓ બિહાર સહિત દેશના કોઈપણ રાજ્યના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્યમંત્રી છે.
20મી નવેમ્બરે બે વાર બિહારના મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ
નીતિશ કુમારના રેકોર્ડને જોતા એમ કહેવું ખોટું નહીં હોય કે નવેમ્બર મહિનો તેમના માટે ખૂબ જ ખાસ છે. તેમની માટે 20મી તારીખ વધુ ખાસ છે. તેઓ નવેમ્બરમાં પાંચ વખત બિહારના મુખ્યમંત્રી બન્યા છે. તેમજ હવે 20મી નવેમ્બર એવો દિવસ છે જ્યારે તેઓ બે વાર બિહારના મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ બનાવશે.
આ પણ વાંચો…બિહારમાં નીતિશ કુમાર એનડીએ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા, 10મી વાર સીએમ તરીકે શપથ લેશે…



