બેંગલુરુ ભાગદોડ કેસમાં આરસીબીએ મૃતકના પરિજનો માટે આર્થિક વળતરની જાહેરાત કરી

બેંગલુરુ : બેંગલુરુ ભાગદોડ કેસમાં આરસીબીએ વળતરની જાહેરાત કરી છે. જેમાં જીવ ગુમાવનારાના પરિવારજનોને 25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ ભાગદોડમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દ્દુર્ઘટના 4 જુન 2025ના રોજ ઘટી હતી. જેમાં આઈપીએલ 2025નો ખિતાબ જીત્યા બાદ આરસીબીએ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હજારો ક્રિકેટ ફેન્સ એકત્ર થયા હતા અને નાસભાગ મચી હતી.
આરસીબીએ જણાવ્યું કે આ કેરની શરુઆત
જેની બાદ આજે આરસીબીએ એક્સ પર પોસ્ટમાં લખ્યું હતું કે, 4 જુન 2025ના રોજ અમે ખુબ દુઃખી થયા હતા. અમે આરસીબી પરિવારના 11 સભ્ય ગુમાવ્યા હતા. તેમનું સ્થાન કોઈ લઈ શકશે નહી. જેમાં પ્ર્થમ પગલા તરીકે આરસીબીએ
તેમના પરિવારજનોને 25 -25 લાખ રૂપિયાની રકમ આપી છે. આ માત્ર આર્થિક મદદ નથી પરંતુ એકતા અને નિરંતર સાર
સંભાળના વાયદા તરીકે છે. આરસીબીએ જણાવ્યું કે આ કેરની શરુઆત છે. આ અંગેની વધુ માહિતી પછી શેર કરીશું.
આ પણ વાંચો: બેંગલુરુ ભાગદોડમાં મોટો ખુલાસો, RCB વિજય સમારંભ પહેલા પોલીસે ચેતવણી આપી હતી: મીડિયા રિપોર્ટ
બેંગલુરુમાં યોજાનારી મેચને બીજે શિફ્ટ કરવામાં આવી
બેંગલુરુ ભાગદોડ કેસ બાદ સરકારે કુન્હા આયોગની રચના કરી હતી. તેની બાદ આયોગે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે
બેંગલુરુનું એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ મોટા આયોજનો માટે અસુરક્ષિત છે. તેની બાદ મહિલા વર્લ્ડ કપ 2025ની બેંગલુરુમાં યોજાનારી મેચને બીજે શિફ્ટ કરવામાં આવી છે. હવે આ મેચો નવી મુંબઈના મેદાનમાં યોજવામાં આવશે.