નવી દિલ્હી: વર્ષ 2016માં ભારતીય ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) લોન્ચ થયા બાદ કેસ ટ્રાન્ઝેક્શન ઓછા થઇ રહ્યા છે અને લોકો ડિજીટલ પેમેન્ટ સ્વીકારી રહ્યા છે. છતાં લોકોને કિસ્સામાં કેસ રાખવાની સલાહ આપવામાં આવે છે. રોકડ ઉપાડવા માટે ATM સૌથી સુલભ અને સરળ સાધન છે. પરંતુ હવે ATM માંથી રોકડ ઉપાડવું મોઘું થવાનું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI) ATM માંથી રોકડ ઉપાડવા માટેના ફીમાં વધારો કરવા જઈ (RBI to increase ATM charges) રહી છે.
Also read : Ratan Tataના આ નજીકના મિત્રને Tata Motorsમાં મળી મહત્ત્વની જવાબદારી, પોસ્ટ કરીને આપી માહિતી..
હાલમાં, રિઝર્વ બેંકના નિયમ મુજબ મહિનામાં 5 વખત કેસ વિથડ્રોઅલ પર કોઈ ચાર્જ લાગતો નથી. પરંતુ હવે RBI આ 5 ટ્રાન્ઝેક્શન બાદ વસુલવામાં આવતા ચાર્જમાં વધારો કરવાની યોજના બનાવી રહી છે. એક અખબારી અહેવાલમાં આ અંગે માહિતી આપવામાં આવી હતી.
આટલા રૂપિયાનો વધારો થઇ શકે છે:
જાણકારોએ જણાવ્યું છે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(NPCI) એ પાંચ ફ્રી વિથડ્રોઅલ પછી રોકડ ઉપાડ માટેના ચાર્જને 21 રૂપિયાના વર્તમાન ચાર્જથી વધારીને 22 રૂપિયા કરવામાં આવી શકે છે.
આ ઉપરાંત, NPCI એ રોકડ વ્યવહારો માટે ATM ઇન્ટરચેન્જ ફી 17 રૂપિયાથી વધારીને 19 રૂપિયા કરવાની પણ ભલામણ કરી છે. અન્ય બેંકના ATMમાંથી લિમીટથી વધુ પૈસા ઉપાડવા પર ઇન્ટરચેન્જ ફી વસૂલવામાં આવે છે.
આ કારણે વધશે ચાર્જ:
રિપોર્ટ અનુસાર, બેંકો અને વ્હાઇટ-લેબલ ATM ઓપરેટરો મેટ્રો અને નોન-મેટ્રો શહેરોમાં ફી વધારવાની NPCI ની ભલામણ સાથે સંમત છે. પરંતુ અત્યાર સુધી ભારતીય રિઝર્વ બેંક અને NPCI એ આ મામલે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.
Also read : Budget 2025 : કેન્દ્ર સરકાર આ પ્રોડકટ લગાવે છે Vice Tax, જાણો બજેટમાં શું ફેરફાર થયા
રિપોર્ટ અનુસાર, વધતા જતા ફુગાવા, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, કેસ રિપ્લેસમેન્ટ અને અન્ય ખર્ચ ને કારણે, નોન-મેટ્રો શહેરોમાં ATM ચલાવવાનો ખર્ચ ઝડપથી વધી રહ્યો છે.