નેશનલ

તમારા સેવિંગ્સ એકાઉન્ટમાં છે પાંચ લાખથી વધુની રકમ? જાણી લો RBIનો આ મહત્ત્વનો નિયમ નહીંતર…

ગઈકાલથી રાજ્ય સહિત મુંબઈના વિવિધ વિસ્તારોમાં આવેલી ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક પર આરબીઆઈ (RBI) દ્વારા મૂકવામાં આવેલા પ્રતિબંધ બાદ ખાતાધારકોની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ બધી ધમાલ વચ્ચે આજે અમે અહીં તમારા માટે ખૂબ જ કામની માહિતી લઈને આવ્યા છીએ. આ માહિતી છે સેવિંગ એકાઉન્ટમાં વધુમાં વધુ કેટલા રૂપિયા મૂકી શકાય એ સંબંધિત. એમાં પણ જો તમારા સેવિંગ એકાઉન્ટમાં પણ પાંચ લાખ રૂપિયાથી વધારે બેલેન્સ હોય તો તો તમારે આ સમાચાર ચોક્કસ વાંચી લેવા જોઈએ. ચાલો જોઈએ શું છે આ મહત્ત્વના સમાચાર-

સામાન્યપણે બેંકો દ્વારા સેવિંગ્સ એકાઉન્ટનું મિનીમમ અને મેક્સિમમ બેલેન્સ લિમિટ નક્કી કરાવમાં આવી છે. આ રકમ તમારા એકાઉન્ટના પ્રકાર પર આધારિત કરે છે. સેવિંગ્સ એકાઉન્ટમાં પણ વધુમાં વધુ કેટલા પૈસા રાખી શકાય એની મર્યાદા છે અને એનાથી વધારે પૈસા ખાતામાં રાખવા તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે જો કોઈ બેંક ડૂબી જાય તો આવી સ્થિતિમાં તમારી પાંચ લાખ રૂપિયાની સુધીની મૂડી સુરક્ષિત રહે છે અને તેમને એટલા જ પૈસા પાછા મળશે.

આ પણ વાંચો: આ ત્રણ બેંકમાં હશે ખાતું તો એક પણ પૈસો નહીં ડૂબે, ખુદ RBIએ કહ્યું વિશ્વાસનું બીજું નામ છે…

કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે 2020માં રજૂ કરેલાં બજેટમાં બેંકોમાં જમા રકમની ઈશ્યોરન્સ લિમિટ એક લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરી હતી. આનો અર્થ એવો થયો કે જો બેંક ડિફોલ્ટર બને છે તો ગ્રાહકોને પાંચ લાખ રૂપિયા સુધીની રકમ સુરક્ષિત રહેશે. આનાથી વધારે રકમ હોય તો એવા કિસ્સામાં ખાતાધારકોને નુકસા ઉઠાવવાનો વારો આવી શકે છે. આ માટે જો ખાતાધારકના એકાઉન્ટમાં વધારે પૈસા હશે તો એ પૈસા સુરક્ષિત કઈ રીતે રાખી શકાય એની વિવિધ યોજના બનાવવાનું શરૂ કરી દેવી જોઈએ.

કોઈ પણ બેંકમાં ઈન્ડિવિઝ્યુઅલના તમામ એકાઉન્ટ્સને મળીને પાંચ લાખ રૂપિયાની ગેરેન્ટી હોય છે. જો તમારા એક જ બેંક પાંચ લાખ રૂપિયાની એફડી કરાવી રાખી છે અને એજ એકાઉન્ટમાં ત્રણ લાખ રૂપિયા પણ જમા કરાવ્યા છે તો બેંક ડૂબી જાય તો આવી સ્થિતિમાં પાંચ લાખ રૂપિયા પાછા મળશે. ટૂંકમાં કહીએ તો જો તમારા સેવિંગ્સ એકાઉન્ટમાં પાંચ લાખથી ઓછી રકમ છે કે પચાસ લાખ રૂપિયા હશે પણ જ્યારે બેંક ડૂબશે તો તમને પાંચ લાખ રૂપિયા જ પાછા મળશે.
કઈ રીતે રાખશો તમારા પૈસા સુરક્ષિત?

આ પણ વાંચો: મુંબઇની આ જાણીતી બેંક પર RBIએ મૂક્યો પ્રતિબંધ, તમારુ ખાતુ તો નથીને!

ભારતમાં છેલ્લાં પચાસ વર્ષોમાં બેંક ડૂબી ગઈ હોય એવી ઘટનાઓ જવલ્લે જ જોવા મળી પણ છે પણ તેમ છતાં આપણી મહેનતના પૈસા સુરક્ષિત રાખવા એ આપણી જવાબકારી છે. સરકાર દ્વારા ભલે ડિપોઝિટચ ઈન્શ્યોરન્સ કવર પાંચ લાખ રૂપિયા કરવામાં આવ્યો અને ભવિષ્યમાં કદાચ આ રકમ વધારવામાં પણ આવશે પરંતુ નિષ્ણાતોની વાત પર ભરોસો કરીએ તો તમારે તમારા પૈસા વિવિધ બેંકોમાં અલગ અલગ એકાઉન્ટમાં સુરક્ષિત રાખવા જોઈએ. જેથી જો કોઈ એક બેંક ડિફોલ્ટર થાય તો પણ તમારી મૂડી સુરક્ષિત રહે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button