એક વખતમાં કેટલી ફાટેલી કે જૂની થઈ ગયેલી નોટ બદલી શકાય? RBIનું શું કહેવું છે આ બાબતે…

રોજબરોજના વ્યવહાર દરમિયાન અનેક વખત એવું બને છે કે આપણી પાસે ફાટેલી કે ખૂબ જ જર્જરિત થઈ ગયેલી ચલણી નોટો આવી જાય છે. આ નોટો જ્યારે તમે પણ બીજા કોઈને આપવાનો પ્રયાસ કરો છો તો કોઈ એ નોટ લેતું નથી. પરંતુ આ બાબતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની પોલિસી વિશે જાણી લેશો તો તમારી આ સમસ્યાનો ઉકેલ આવી જશે. ચાલો જોઈએ શું છે આ અંગેની આરબીઆઈની પોલિસી…
આરબીઆઈ દ્વારા જૂની કે ફાટી ગયેલી નોટને બદલવા માટે નિયમ અને શરતો બનાવ્યા છે. આ નિયમ અનુસાર તમે બેંકમાં જઈને આવી નોટ બદલી શકો છો અને એમાં એવું પણ બની શકે છે કે તમને એ નોટની પૂરી વેલ્યુ પાછી ના મળે અને ઓછા પૈસા મળી શકે છે. ચાલો આજે અહીં તમને આરબીઆઈ આ નિયમ અને શરતો વિશે જણાવીએ.

આરબીઆઈના નિર્દેશ અનુસાર એવી નોટ કે જે બજારમાં ચાલી શકે એમ ના હોય તો એવી નોટને પાછી લઈ શકાય છે. આવી નોટ તમે કોઈ પણ બેંક કે આરબીઆઈની ઓફિસમાં જમા કરાવી શકો છો કે બદલી શકો છો. જોકે, આ નોટ વધારે ફાટેલી કે જૂની હશે તો એ માટે નાનો મોટો ચાર્જ વસુલવામાં આવી શકે છે.
આ પણ વાંચો : આ ત્રણ બેંકમાં હશે ખાતું તો એક પણ પૈસો નહીં ડૂબે, ખુદ RBIએ કહ્યું વિશ્વાસનું બીજું નામ છે…
વાત કરીએ એક વખતમાં કેટલી નોટ બદલી શકાય એની તો એક સમયમાં તમે વધુમાં વધુ 20 નોટ બદલાવી શકો છો અને એનું મૂલ્ય 5000 રૂપિયાથી વધુ ના હોવું જોઈએ. આટલી રકમની ફાટેલી નોટ માટે બેંક કાઉન્ટર પર તરત જ પેમેન્ટ કરી નાખશે, પણ જો એનાથી વધુ મૂલ્યની નોટ બદલવી હોય તો બેંક એ રકમ તમારા બેંક એકાઉન્ટમાં જમા કરાવી શકે છે.
બેંકો કોઈ પણ પ્રકારની ફાટેલી કે જૂની થઈ ગયેલી નોટ પાછી લઈ શકે છે. પરંતુ એના કેટલાક ધોરણો આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. આખી ખરાબ થઈ ગયેલી કે બળી ગયેલી નોટ કોઈ પણ બેંક કે આરબીઆઈ પાછી લેતી નથી. આ ઉપરાંત ચોંટી ગયેલી નોટ કોઈ પણ બેંક નથી લેતી, આવી નોટ આરબીઆઈ દ્વારા બદલી આપવામાં આવે છે. આ માટે તમારે ચાર્જ આપવો પડશે.
આ પણ વાંચો : નથી ચાલતો 50 પૈસાનો સિક્કો? જાણો શું કહે છે RBIનો નિયમ…
આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરો અને આવી જ વધુ માહિતીસભર માહિતી જાણવા માટે અમારી જોડાયેલા રહો.