FD ને લઈને નિયમોમાં ફેરફાર કર્યા RBI એ, અત્યારે જ જાણી લો ફટાફટ…

આપણે ત્યાં મોટાભાગના લોકો પોતાનું ફ્યુચર સિક્યોર કરવા માટે ફિક્સ્ડ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક માર્કેટ, પોસ્ટ ઓફિસ સહિત વિવિધ જગ્યાઓ પર રોકાણ કરે છે. પરંતુ આ બધામાં મોટાભાગના લોકો ફિક્સ્ડ ડિપોઝિટને ઈન્વેસ્ટમેન્ટ અને સેવિંગ્સનો બેસ્ટ ઓપ્શન માને છે. આ એફડીને લઈને દર થોડાક સમયે અલગ અલગ નિયમો બનાવવામાં આવતા હોય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank Of India-RBI) દ્વારા આ એફડીના નિયમમાં મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારનો ગ્રાહકોને જ ફાયદો થશે, ચાલો તમે પણ જાણી લો-
Also read : Bank Lockerને લઈને RBIની નવી ગાઈડલાઈન, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટની મેચ્યોરિટી પર પૈસા ઉપાડવા સંબંધિત નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અહીંયા તમારી જાણ માટે કે પહેલાં બેંક દ્વારા 15 લાખ રૂપિયા સુધીની એફડીને સમય પહેલાં તોડવાની સુવિધા આપવામાં આવતી હતી. પરંતુ હવે આરબીઆઈ દ્વારા આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નવા સુધારિત નિયમ પ્રમાણે હવે આ રકમ 15 લાખ રૂપિયાથી વધારીને એક કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે. આનો અર્થ એવો થાય છે કે હવે જ્યારે પણ પૈસાની જરૂરિયાત પડશે તો એફડી મેચ્યોરિટી પહેલાં તોડીને પૈસા પાછા મેળવી શકે છે.
અહીંયા તમારી જાણ માટે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બે પ્રકારની ફિક્સ ડિપોઝિટ ઓફર આપવામાં આવે છે જેમાં કોલ લેવલ અને નોન કોલેબસનો સમાવેશ થાય છે. નાન કોલેબલ એફડી સ્કીમનો અર્થ એવો થાય છે કે તમે સમય પહેલાં એટલે કે એફડી મેચ્યોરિટી પહેલાં પૈસા ઉપાડી શકશે. જોકે, મેચ્યોરિટી પહેલાં પૈસા ઉપાડતી વખતે બેંક દ્વારા થોડો દંડ પણ વસૂલવામાં આવે છે, પરંતુ કોલ લેવલ એફડી સ્કીમમાં આવી કોઈ જોગવાઈ નથી આપવામાં આવતી.
હવે આરબીઆઈ દ્વારા થોડાક દિવસ પહેલાં એક સર્ક્યુલર બહાર પાડીને નોન કોલેબલ એફડી સ્કીમમાં સમય પહેલાં પૈસા ઉપાડવાની મર્યાદા 15 લાખ રૂપિયાથી વધારીને એક કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે. આનો અર્થ એવો થાય છે કે એક કરોડ કે એનાથી ઓછી રકમની તમામ ડોમેસ્ટિક ટર્મ ડિપોઝિટમાં સમય પહેલાં પૈસા ઉપાડવાની સુવિધા ઉપલબ્ધ કરાવી આપવામાં આવી છે.
Also read : ફેબ્રુઆરી મહિનામાં 28માંથી આટલા દિવસ બેંકો રહેશે બંધ, RBIએ આપી દીધી ચેતવણી…
અત્રે ઉલ્લેખનીય છે કે કે આરબીઆઈ દ્વારા મે, 2022માં સતત ઈન્ટરેસ્ટ રેટમાં વધારો કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ હવે બેંકમાં એફડી કરાવવા પર પણ ઈન્ટરેસ્ટિંગ ઈન્ટરેસ્ટ રેટ રજૂ કરવામાં આવ્યા છે.