નેશનલ

આ છે દેવામાં ડૂબેલા ભારતના ટોપ-10 રાજ્યો, જુઓ લિસ્ટ

નવી દિલ્હીઃ દેશમાં દેવાના ડુંગર તળે અનેક રાજ્યો દબાયેલા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં આ વિગત સામે આવી છે. જે મુજબ પશ્ચિમ બંગાળ દેશનું સૌથી દેવાદર રાજ્ય છે. આરબીઆઈના આંકડા મુજબ, અનેક મોટા રાજ્યોના ઋણનું વ્યાજ મોટી રકમ લઈ જાય છે. આ કારણે રાજ્યો પાસે સડક, સ્કૂલ, આરોગ્ય સેવા અને નવા પ્રોજેક્ટ પર ખર્ચ કરવા માટે પૈસાની અછત સર્જાય છે.

પશ્ચિમ બંગાળ ટોચ પર

નાણાકીય વર્ષ 2025માં પશ્ચિમ બંગાળમાં વ્યાજ ચૂકવણીનો બોજ અન્ય રાજ્યોની તુલનામાં વધારે હતો. રાજ્યોને ટેક્સ અને નોન ટેક્સ રેવન્યૂથી 1.09 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા. પરંતુ વ્યાજની ચૂકવણી પર 45 હજાર કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો. જેનો મતલબ રેવન્યૂનો 42 ટકા હિસ્સો વ્યાજ ચૂકવણીમાં જ ગયો હતો.

આમ આદમી પાર્ટી શાસિત પંજાબ બીજા ક્રમે

આ લિસ્ટમાં બીજા ક્રમે પંજાબ હતું, આમ આદમી પાર્ટી શાસિત આ રાજ્યની કુલ રેવન્યૂનો 34 ટકા હિસ્સો વ્યાજ ચૂકવણીમાં ગયો હતો. તેની રેવન્યૂ 70,000 કરોડ હતી અને વ્યાજની ચૂકવણી માટે આશરે 24,000 કરોડ ખર્ચ કર્યા હતા. જે બાદ ત્રીજા ક્રમે બિહાર હતું. બિહારે 62,000 કરોડની રેવન્યૂમાંથી અંદાજે 21,000 કરોડ રૂપિયાની વ્યાજ ચૂકવણી કરી હતી.

ચોથા ક્રમે રહેલા કેરળનું રેવન્યૂ કલેકશન 1.03 લાખ કરોડ હતું , જેમાંથી તેણે 28 ટકા એટલે કે 29,000 કરોડ રૂપિયા વ્યાજનું પેમેન્ટ કર્યું હતું. પાંચમાં ક્રમે રહેતા તમિલનાડુએ 62,000 કરોડ રૂપિયાના કલેકશનમાંથી 28 ટકા રકમ વ્યાજ પેટે ચૂકવી હતી.

હરિયાણાએ 94,000 કરોડની રેવન્યૂમાંથી 27 ટકા લેખે આશરે 25,000 કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું હતું. સાતમા ક્રમે રહેલા રાજસ્થાને 1.48 લાખ કરોડની રેવન્યૂમાંથી 38,000 કરોડ રૂપિયાનું વ્યાજ ભર્યું હતું. આઠમા નંબરે રહેલા આંધ્ર પ્રદેશે 1.2 લાખ કરોડ રૂપિયાની રેવન્યૂમાંથી 29 હજાર કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું હતું.

લિસ્ટમાં નવમા ક્રમે મધ્ય પ્રદેશ હતું. 2025માં ટેક્સ અને નોન ટેક્સ રેવન્યૂ 1.23 લાખ કરોડ રૂપિયા હતું. જેમાં વ્યાજની ચૂકવણી 27,000 કરોડ હતી. જે કુલ કલેકશનનો આશરો 22 ટકા ખર્ચ હતો. દસમા ક્રમે કર્ણાટક હતું. જેનું કલેક્શન 2.03 લાખ કરોડ રૂપિયા હતું અને વ્યાજ ચૂકવણી 39,000 કરોડ રૂપિયા હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button