મુંબઈ: આરબીઆઈએ સતત આઠમી વાર મુખ્ય દરોમાં કોઇ ફેરફાર કર્યો નહોતો. મોનિટરી પોલિસી કમિટી (એમપીસી)ના શુક્રવારે સામે આવેલા નિર્ણયો પર આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે રેપો રેટમાં કોઇ ફેરફાર નહીં કરવામાં આવે. આ રેટને ૬.૫ ટકા જ રાખવામાં આવ્યો છે. આના કારણે લોન લેનારાઓનું વ્યાજ નહીં વધે કે ન તો તમારું ઈએમઆઈ પણ નહીં વધે. છેલ્લે આરબીઆઈએ ૨૦૨૩માં રેપોરેટ ૦.૨૫ ટકા વધારીને ૬.૫ ટકા કર્યું હતું. નવા નાણાકીય વર્ષની બીજી એમપીસીના પરિણામો પર તમામ લોકોની નજર હતી, પણ મોંઘવારીને ૪ ટકાના સ્તરે લાવવા અને વૈશ્ર્વિક અનિશ્ર્ચિતતા વચ્ચે વિકાસદરને ગતિ આપવાના આશયે આરબીઆઈએ મુખ્ય પોલિસી રેટને જેમ હતા એમ જ રાખ્યા છે.
રેપો રેટ પર કોમર્શિયલ બેંક તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવા માટે આરબીઆઈથી લોન લેતી હોય છે. બેંકોમાં મોટા પ્રમાણમાં ડિપોઝિટ હાલની મર્યાદાને બેથી વધારીને ત્રણ કરોડ રૂપિયા કરવાની જાહેરાત કરવામાં આવી છે. આરબીઆઈએ રિટેલ મોંઘવારીનો અંદાજો ૪.૫ ટકા જેટલો રાખ્યો છે. ગ્રોથનો અંદાજ વધારીને ૭.૨ ટકા કર્યો છે.
દરમિયાન દેશઆખામાં ઝડપથી વધી રહેલા ડિજિટલ પેમેન્ટ ફ્રોડથી છુટકારો મેળવવા માટે આરબીઆઈએ ડિજિટલ પેમેન્ટ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ બનાવવાની જાહેરાત કરી છે. પ્લેટફોર્મ બનાવવાનો આશય લેવડ-દેવડ દરમિયાન થતી છેતરપિંડીના જોખમને ઓછું કરવાનું અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી સલામતી વધારવાનું છે.
જાતે રિચાર્જ થશે ફાસ્ટેગ
ફાસ્ટેગ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (એનસીએમસી), યુપીઆઈ લાઈટમાં બેલેન્સ (રકમ) નક્કી કરવામાં આવેલી સીલિંગથી નીચે જાય તો આમાં બેંક ખાતામાંથી પૈસા ઓટોમેટિક ટ્રાન્સફર થઇ જશે. ખાતામાંથી ઓટોમેટિક પૈસા ટ્રાન્સફર થનારા રિકરિંગ પેમેન્ટ મેકેનીઝમ દ્વારા આમ થઇ શકશે. હવે દરેક વખતે પૈસા ઓછા થવા પર યુઝરે મેન્યુઅલી રિચાર્જ કરવા પડશે.
Taboola Feed