RBI ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ બહાર પાડશે; જુની નોટને થશે કોઇ અસર?

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI) ટૂંક સમયમાં મહાત્મા ગાંધી સીરિઝમાં 20 રૂપિયાની નવી નોટો બહાર પાડશે. આ નોટો પર રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે. આ નોટોની ડિઝાઇન મહાત્મા ગાંધી સીરિઝની 20 રૂપિયાની હાલની નોટો જેવી જ રહેશે. રિઝર્વ બેંક દ્વારા અગાઉ બહાર પાડવામાં આવેલી 20 રૂપિયાની તમામ નોટો કાયદેસર ચલણ તરીકે ચાલુ રહેશે.
RBIએ જાહેર કર્યું નોટિફિકેશન
RBI દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે “રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંક સમયમાં મહાત્મા ગાંધીની નવી સીરિઝમાં ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી 20 રૂપિયાની નોટ બહાર પાડશે.ઠ આ નોટોની ડિઝાઇન મહાત્મા ગાંધીની નવી સીરિઝની 20 રૂપિયાની નોટ જેવી જ છે. આનો અર્થ એ થયો કે નવી નોટ જૂની નોટ જેવી જ દેખાશે.
અગાઉની નોટને થશે કોઇ અસર?
નોંધીય છે કે RBI એ એમ પણ કહ્યું છે કે અગાઉ જારી કરાયેલી બધી 20 રૂપિયાની નોટો માન્ય રહેશે. તેમના પર ગમે તે ગવર્નરની સહી હોય, તે બધા વ્યવહારો માટે સંપૂર્ણપણે માન્ય રહેશે. નવા ગવર્નરની સહીવાળી નવી નોટો જારી કરવી એ એક સામાન્ય પ્રક્રિયા છે. આરબીઆઈના ટોચના નેતૃત્વમાં ફેરફાર પછી આ બન્યું છે. આનાથી જૂની નોટોની ઉપયોગિતા કે મૂલ્ય પર કોઈ અસર થશે નહીં.
આપણ વાંચો : શું સાચે બંધ થઈ રહી છે 500 રૂપિયાની નોટ? RBI શું કહે છે આ વિશે…