ટોપ ન્યૂઝનેશનલ

RBI એ રેપો રેટ જાહેર કર્યો, ગવર્નરે ફુગાવા અંગે ચિંતા વ્યક્ત કરી

મુંબઈ: સેન્ટ્રલ રિઝર્વ બેંકે આજે મોનેટરી પોલિસી જાહેર કરી છે અને રેપો રેટ અને અન્ય પોલિસી રેટ્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. RBI ગવર્નર શક્તિકાંત દાસે આજે આ અંગે જાહેરાત કરી હતી. આમ, આપની લોનની EMI પર કોઈ રાહત મળશે નહીં કે તેમાં વધારો થશે નહીં.

મોનીટરી પોલિસી કમિટી(MPC)ની બેઠક બાદ આરબીઆઈ ગવર્નરે કહ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતાના વાતાવરણમાં પણ ભારતીય અર્થવ્યવસ્થાએ મજબૂતી બતાવી છે. બેંકોની બેલેન્સ શીટમાં મજબૂતી જોવા મળી છે. ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે આર્થિક વિકાસ દરનો અંદાજ 6.5 ટકાથી વધારીને 7 ટકા કરવામાં આવ્યો છે. તે જ સમયે, છૂટક મોંઘવારીનો અંદાજ 5.4 ટકા પર જાળવી રાખવામાં આવ્યો છે.


આરબીઆઈ ગવર્નરે કહ્યું કે , “GST કલેક્શન, PMI (પરચેઝિંગ મેનેજર ઇન્ડેક્સ) જેવા મહત્વના આંકડા મજબૂત રહ્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લેતા ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ દર સાત ટકા રહેવાનો અંદાજ છે.”
એમપીસીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે સ્થાનિક માંગને કારણે ભારતીય અર્થવ્યવસ્થા સતત વિકાસ કરી રહી છે.


ઇનપુટ ખર્ચમાં ઘટાડાથી ઉત્પાદન ક્ષેત્ર મજબૂત બન્યું છે. સરકારી ખર્ચને કારણે રોકાણની ગતિ વધી છે. કૃષિ ધિરાણમાં વૃદ્ધિને કારણે રિકવરી વધુ સારી રહેવાની ધારણા છે. MPCના છમાંથી પાંચ સભ્યો અનુકૂળ વલણ પાછું ખેંચવાની તરફેણમાં છે. તમામ સભ્યો રેપો રેટને સ્થિર રાખવા સંમત થયા હતા.

રિઝર્વ બેંકની ત્રણ દિવસીય દ્વિમાસિક મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક બુધવારે શરૂ થઈ હતી. આરબીઆઈ સામાન્ય રીતે નાણાકીય વર્ષમાં છ દ્વિ-માસિક બેઠકો યોજે છે, જેમાં વ્યાજ દરો, નાણાં પુરવઠો, ફુગાવાના દૃષ્ટિકોણ અને વિવિધ મેક્રોઈકોનોમિક સૂચકાંકો પર ચર્ચા થાય છે. સતત પંચમી વખત, મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો સર્વસંમતિથી નિર્ણય લીધો હતો.


એમપીસીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે સ્થાનિક માંગને કારણે ભારતીય અર્થવ્યવસ્થા સતત વિકાસ કરી રહી છે. ખર્ચમાં ઘટાડાથી ઉત્પાદન ક્ષેત્ર મજબૂત બન્યું છે. સરકારી ખર્ચને કારણે રોકાણની ગતિ વધી છે. કૃષિ ધિરાણમાં વૃદ્ધિને કારણે રિકવરી વધુ સારી રહેવાની ધારણા છે. MPCના તમામ સભ્યો રેપો રેટને સ્થિર રાખવા સંમત થયા હતા.


RBI ગવર્નરે કહ્યું કે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ખાદ્યપદાર્થોની કિંમતોમાં વધારો ફુગાવાના સંદર્ભમાં ચિંતાનું કારણ છે. ગ્રામીણ માંગમાં સુધારો જોવા મળી રહ્યો છે. નાણાકીય વર્ષ 24 CPI 5.4 રહેવાનો અંદાજ છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે આરબીઆઈ મોંઘવારી દરને ચાર ટકા સુધી લાવવા માટે પ્રતિબદ્ધ છે અને દરેક શક્ય પ્રયાસ કરી રહી છે.
ગર્વરનર શક્તિકાંતા દાસે કહ્યું હતું કે મોનેટરી પોલિસી કમિટી ભારતના મુખ્ય ફુગાવાના સ્તરને 4 ટકા પર રાખવા માટે પ્રતિબદ્ધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button