નેશનલ

આટલા હજાર કરોડના મુલ્યની રૂ.2,000 નોટો હજુ પણ લોકો પાસે, RBIએ આપી માહિતી

નવી દિલ્હી: મોદી સરકારે વર્ષ 2016 ડીમોનેટાઈઝેશન (Demonetisation) કર્યા બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ રૂ.2,000ના મુલ્યની ગુલાબી રંગની નોટ ચલણમાં મૂકી હતી. વર્ષ 2023માં RBI રૂ.2,000ની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. RBI એ સોમવારે જણાવ્યું હતું કે રૂ.2000 મૂલ્યની 97.96 ટકા નોટ્સ બેંકિંગ સિસ્ટમમાં પરત ફરી છે, જયારે ₹ 7,261 કરોડની નોટો હજુ પણ લોકો પાસે છે.

RBIએ 19 મે, 2023ના રોજ, RBIએ રૂ.2,000 મૂલ્યની બૅન્કનોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી. 19 મે, 2023ના રોજ ચલણમાં રહેલી રૂ.2,000ની નોટ્સનું કુલ મૂલ્ય રૂ.3.56 લાખ કરોડ હતું. આ વર્ષે ઑગસ્ટ મહિનાના અંતે ₹7,261 કરોડના મુલ્યની રૂ.2,000ની નોટો હજુ સુધી બજારમાં છે.

આ પણ વાંચો: હેં, કાગળની નથી હોતી ચલણી નોટ, ખુદ RBIએ કર્યોં ચોંકાવનારો ખુલાસો…

એક નિવેદનમાં RBIએ જણાવ્યું કે, “આ રીતે, 19 મે, 2023 ના રોજ ચલણમાં રહેલી રૂ.2000 ની નોટોમાંથી 97.96 ટકા પરત કરવામાં આવી છે.”

રૂ.2000 ની નોટ જમા કરાવવા અને/અથવા એક્સચેન્જ કરવાની સુવિધા 7 ઓક્ટોબર, 2023 સુધી દેશની તમામ બેંક શાખાઓમાં ઉપલબ્ધ હતી.

આ પણ વાંચો: બેંક ક્રેડિટ કાર્ડ બંધ નથી કરી રહી તો તમને રોજ 500 રૂપિયા મળશે, જાણો RBIના નિયમ વિષે

9 ઑક્ટોબર, 2023 થી, RBI ઇશ્યૂ ઑફિસ લોકો અને સંસ્થાઓ પાસેથી ₹ 2000 ની બૅન્ક નોટ સ્વીકારી તેમના ખાતામાં જમા કરાવવાની સુવિધા આપી રહી છે. લોકો ₹2000 ની નોટ પોસ્ટ દ્વારા દેશની કોઈપણ પોસ્ટ ઑફિસમાંથી RBIની કોઈપણ ઈસ્યુ ઑફિસને તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે મોકલી રહ્યા છે.

બેંકનોટ જમા/એક્સચેન્જ કરાવવાની સુવિધા RBIની અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાંની ઇસ્યુ ઓફીસ પર ઉપલબ્ધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker