નેશનલસ્પેશિયલ ફિચર્સ

બેંક ક્રેડિટ કાર્ડ બંધ નથી કરી રહી તો તમને રોજ 500 રૂપિયા મળશે, જાણો RBIના નિયમ વિષે

મુંબઈ: ઘણીવાર એવું જોવા મળે છે કે કસ્ટમરની અરજી છતાં બેંકો ક્રેડિટ કાર્ડ સમયસર બંધ (Credit card deactivation)નથી કરતી, જો તમે પણ બેંક તરફથી આવા વિલંબનો સામનો કરી રહ્યા હોય તો આ સમાચાર તમારી માટે ખુબ મહત્વના છે.

બેંક દ્વારા કાર્ડ બંધ કરવામાં વિલંબ કરવામાં આવતો હોય તો તમારે આરબીઆઈનો આ નિયમ જાણવો જોઈએ. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)નો એક નિયમ કહે છે કે જો કોઈ બેંક ક્રેડિટ કાર્ડ બંધ કરવામાં વિલંબ કરે છે, તો તેણે યુઝર્સને દરરોજ 500 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર, જો કોઈ ગ્રાહક ક્રેડિટ કાર્ડ બંધ કરવા માટે વિનંતી સબમિટ કરે છે, તો તેણે 7 દિવસની અંદર પ્રક્રિયા શરૂ કરવી જરૂરી છે. જો કાર્ડ ઇસ્યુ કરનાર બેંક અથવા સંસ્થા આમ ન કરી શકે, તો 7 દિવસના સમયગાળા પછી, દરરોજ 500 રૂપિયાનો દંડ લાદવામાં આવે છે અને આ રકમ ગ્રાહકોને ચૂકવવાની રહેશે. પરંતુ ક્રેડિટ કાર્ડ પર કોઈ રકમ બાકી ના જોવી જોઈએ. આ નિયમ RBI દ્વારા વર્ષ 2022માં લાગુ કરવામાં આવ્યો હતો.

ક્રેડિટ કાર્ડ બંધ કરવા આ પાંચ પોઈન્ટ્સ યાદ રાખો:

  1. કોઈપણ ક્રેડિટ કાર્ડ બંધ કરતા પહેલા, ક્રેડીટ ક્લિયર કરવાની રહેશે. બાકી રકમ ચૂકવવામાં ન આવે ત્યાં સુધી ક્રેડિટ કાર્ડ બંધ કરવામાં આવશે નહીં.
  2. ઘણા લોકો ક્રેડિટ કાર્ડ બંધ કરતા પહેલા રિવોર્ડ પોઈન્ટ રિડીમ કરતા નથી. ખર્ચ કરવા બદલ પોઈન્ટ્સ મળતા હોય છે. આવી સ્થિતિમાં, તેને રિડીમ કરવાનો તમારો અધિકાર છે.
  3. ઘણી વખત લોકો તેમના ક્રેડિટ કાર્ડ પર કેટલીક રિકરિંગ ચુકવણીઓ માટે સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રકશન મૂકે છે, જેમ કે વીમા પ્રીમિયમ, OTT માસિક ચાર્જ અથવા બીજો કોઈ પણ ચાર્જ. કાર્ડ બંધ કરતા પહેલા તેને સંપૂર્ણપણે ક્લીઅર કરો.
  4. હવે તમારે બેંકને ફોન કરીને કહેવું પડશે કે તમે ક્રેડિટ કાર્ડ બંધ કરવા માંગો છો. આ પછી તે વિગતો માંગશે, ત્યારબાદ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
  5. આ પછી, જ્યારે તમારું કાર્ડ બંધ થઈ જાય, ત્યારે તેને તોડી નાખો જેથી કોઈ માહિતી ખોટા હાથમાં ન જાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button