મુંબઈ : ભારતીય રિઝર્વ બેંકને(RBI)પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ગુરુવારે બપોરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર એક ધમકીભર્યો ઈ-મેલ દેખાયો. આ ઈમેલ રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો હતો અને તેમાં રિઝર્વ બેંકને ઉડાવી દેવાની વાત કરવામાં આવી હતી. આ કેસમાં માતા રમાબાઈ માર્ગ (MRA માર્ગ) પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
મહિના પૂર્વે કસ્ટમર કેર નંબર પર પણ કોલ આવ્યો હતો
ગત મહિને પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના કસ્ટમર કેર નંબર પર કોલ આવ્યો હતો અને એક વ્યક્તિએ પોતાની ઓળખ લશ્કર-એ-તોયબાના સીઈઓ તરીકે આપી હતી. તેણે સેન્ટ્રલ બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી. ધમકી આપનાર વ્યક્તિ એમ કહીને ફોન મૂકી દીધો હતો કે પાછળનો રસ્તો બંધ કરો, ઈલેક્ટ્રિક કાર ખરાબ થઈ ગઇ છે.
Also read: રિઝર્વ બેંકની મોટી કાર્યવાહી!, આ બેંકનું લાયસન્સ કર્યું રદ
દિલ્હીની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી
આ ઉપરાંત આજે દિલ્હીની કેટલીક શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ પુર્વ કૈલાશ ડીપીએસ, સલવાન સ્કૂલ, મોડર્ન સ્કૂલ, કેમ્બ્રિજ સ્કૂલમાં બોમ્બની ધમકી મળી છે. જેમાં સવારે સાડા ચાર વાગ્યે બોમ્બની ધમકીનો પહેલો કોલ આવ્યો હતો. આ પછી શાળાઓને એક ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો જેમાં તેમને જણાવવામાં આવ્યું હતું કે ત્યાં બોમ્બ મૂકવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં વિસ્ફોટ કરવામાં આવશે.