પહેલી મેથી ATM નો ઉપયોગ કરવાનું બનશે મોંઘું, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

આજકાલ જમાનો ડિજિટલ છે અને સરકાર પણ નાગરિકોને ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા માટે પ્રોત્સાહન આપે છે. હવે એટીએમ ઉપયોગ કરનારાઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પહેલી મેથી એટીએમનો ઉપયોગ કરવાનું થોડું વધારે મોંઘું બની શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા એટીએમ ઈન્ટરચેન્જ ફી વધારવાની મંજૂરી આપી દીધી છે. આનો સીધે-સીધો અર્થ એવો થાય છે કે હવે તમે તમારી બેંક સિવાય કોઈ બીજી બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડો છો કે બેલેન્સ ચેક કરો છો તો તમને વધુ ચાર્જ લાગી શકે છે.
પહેલી મેથી એટીએમનો ઉપયોગ કરવા પર વધુ ચાર્જ વસુલવામાં આવશે. કેશ ઉપાડવા પર અત્યારે 17 રૂપિયાનો ચાર્જ વસુલવામાં આવતો હતો, પરંતુ હવે આ ચાર્જ વધીને 19 રૂપિયા થઈ જશે. બેલેન્સ ચેક કરવાનો ચાર્જ છ રૂપિયાથી વધીને સાત રૂપિયા કરવામાં આવશે. આ વધારાના ચાર્જ ત્યારે આપવો પડશે જ્યારે ગ્રાહકો મહિનામાં મળતી ફ્રી લિમિટ્સ પૂરી થઈ જશે. મેટ્રો સિટીમાં પાંચ અને નોન મેટ્રો સિટીમાં ત્રણ ટ્રાન્ઝેક્શનની સુવિધા આપવામાં આવે છે.
આરબીઆઈ દ્વારા આ વધારાને મંજૂરી આપવામાં આવી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના એક પ્રસ્તાવ પર આધારિત છે. વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટર્સ ફી વધારવા દબાણ કરી રહ્યા હતા. તેમનું એવું કહેવું છે કે જૂની ફીને કારણે વધી રહેલાં મેનેજ કરવું મુશ્કેલ બની રહ્યું છે.
નાની બેંકો પર આની વધારે અસર જોવા મળશે, કારણ કે તેઓ પોતાના સીમિત એટીએમ નેટવર્કને કારણે બીજા બેંકોના એટીએમ પર આધાર રાખે છે. ઈન્ટરચેન્જ ફી વધવાને કારણે ગ્રાહકો પર તેની અસર જોવા મળશે. ઈન્ટરચેન્જ ફી એ રકમ છે તે એક બેંક બીજી બેંકને ત્યારે આવે જ્યારે કોઈ ગ્રાહક બીજી બેંકના એટીએમનો ઉપયોગ કરે છે. વધારે ચાર્જ લાગવાથી બચવા એટીએમનો વધુ ઉપયોગ કરનારા લોકો પોતાની જ બેંકના એટીએમનો ઉપયોગ કરી શકે છે. આ સિવાય તેઓ ડિજિટલ પેમેન્ટનો પણ ઉપયોગ કરી શકે છે.
આ પણ વાંચો : હડતાળ પહેલા જ RBI એ માની લીધી શનિ-રવિ રજાની માગણીઃ જાણો શું છે હકીકત…
છે ને એકદમ કામની માહિતી? તમે પણ આ માહિતી તમારા મિત્રો, પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી મહત્ત્વની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.