એકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા પણ ATMમાંથી પૈસા નથી આવ્યા, કઈ રીતે પૈસા પાછા મેળવશો?

આપણામાંથી ઘણા લોકો સાથે એવું બન્યું હશે કે જ્યારે એટીએમમાંથી પૈસા કઢાવવા જઈએ છીએ ત્યારે એકાઉન્ટમાંથી પૈસા તો કપાઈ જાય છે, પણ એટીએમમાંથી પૈસા નથી આવતા. ઘણી વખત આ પૈસા ઓટોમેટિકલી તરત જ ખાતામાં પાછા આવી જાય છે, પરંતુ ઘણી વખત એમાં સમય લાગી જાય છે. આ બાબતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)નો નિયમ શું કહે છે, એ જાણી લેવું તમારા માટે ફાયદોનો સોદો સાબિત થશે-
આરબીઆઈના નિયમ અનુસાર જો બેંક ખામાંથી પૈસા ડેબિટ થયા બાદ પણ એટીએમમાંથી પૈસા નથી આવતા તો બેંકોએ વધુમાં વધુ પાંચ દિવસ (ટ્રાન્ઝેક્શન થયું હોય એ દિવસ)ની અંદર કપાઈ ગયેલા પૈસા પાછા આપવા જોઈએ. જો બેંક આવું કરવામાં નિષ્ફળ જાય છે તો તેણે કસ્ટમરને તેનું વળતર આપવું પડશે. કપાઈ ગયેલાં પૈસા માટે દરરોજ 100 રૂપિયાનું વળતર બેંકોએ આપવું પડશે.
જો કોઈ વ્યક્તિ એટીએમમાંથી પૈસા ઉપાડે છે અને ખાતામાંથી પૈસા તો ડેબિટ થઈ જાય છે, પણ એટીએમમાંથી પૈસા નથી આવતા. આવી સ્થિતિમાં સૌથી પહેલાં તો તમારે એટીએમ મશીન નંબર નોટ કરવું પડશે અને એટીએમની ટ્રાન્ઝેક્શનની રિસીપ્ટ પર આપવામાં આવેલી હોય છે એને સંભાળીને રાખી મૂકો.
આ પણ વાંચો : એક વખતમાં કેટલી ફાટેલી કે જૂની થઈ ગયેલી નોટ બદલી શકાય? RBIનું શું કહેવું છે આ બાબતે…
આ ઉપરાંત વ્યક્તિએ પોતાના બેંકના કસ્ટમર કેયરનો સંપર્ક કરવું પડશે અને આ ઘટનાની જાણકારી આપવી પડશે. બેંકની બ્રાન્ચમાં જઈને પણ તમે આ મામલે ફરિયાદ કરી શકો છો. એવું બની શકે કે બેંક એ વાત ન સ્વીકારે કે તમને એટીએમમાંથી પૈસા પાછા નથી મળ્યા. આવી સ્થિતિમાં થ્રી ટિયર ઓથોરિટી છે જ્યાં તમે સંપર્ક કરીને તમારા પૈસા પાછા મેળવવા માટે ફરિયાદ કરી શકો છો.
જો બેંક આરબીઆઈ દ્વારા નક્કી કરેલાં ટાઈમ પીરિયડમાં આ પૈસા ઓટો ડેબિટ કરવામાં નિષ્ફળ નિવડે છે તો તમે બેંકના આંતરિક લોકપાલનો સંપર્ક કરી શકો છો અને ત્યાર બાદ લોકપાલ આગળની પ્રોસેસ હાથ ધરશે. જો તમે લોકપાલની પ્રતિક્રિયાથી પણ સંતુષ્ટ નથી તો આરબીઆઈના લોકપાલ સિસ્ટમમાં આની ફરિયાદ કરી શકો છો. આરબીઆઈ પાસે એક ડેડિકેટેડ ઓનલાઈન લોકપાલ વેબસાઈટ પણ છે.
જો તમારી સાથે પણ આવું બને છે તો આરબીઆઈ આ નિયમ હેઠળ બેંક પાસેથી દરરોજના 100 રૂપિયાનું વળતર મેળવી શકો છો. આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરીને તેમના જ્ઞાનમાં પણ વધારો કરીને પોતાના અધિકાર અંગે જાગરૂક્તા લાવો.’
આ પણ વાંચો : આ ત્રણ બેંકમાં હશે ખાતું તો એક પણ પૈસો નહીં ડૂબે, ખુદ RBIએ કહ્યું વિશ્વાસનું બીજું નામ છે…