કેવી હશે 5000 રૂપિયાની નોટ? RBIએ શું કહ્યું જાણી લો એક ક્લિક પર…

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ફરી એક વખત દેશવાસીઓ માટે મહત્ત્વની માહિતી લઈને આવી છે અને આ માહિતી છે 5000 રૂપિયાની ચલણી નોટ વિશે. એવી માબહિતી સામે આવી રહી છે કે ટૂંક સમયમાં જ 5000 રૂપિયાની નોટ રજૂ કરવામાં આવશે અને નાણાંમંત્રાલયમાં આને લઈને ગતિવિધિઓ એકદમ તેજ કરી દેવામાં આવી છે, કારણ કે આ નોટ કરન્સી સિસ્ટમને મજબૂત કરવાની સાથે સાથે જ રોકડની લેવડ-દેવડ કરનારાઓ માટે પણ એક નવો વિકલ્પ લઈને આવશે. આવો જોઈએ કેવી હશે 5000 રૂપિયાની નોટ અને શું હશે એની ખાસિયત…
5000 રૂપિયાની નોટની જરૂરિયાત શું છે?
5000 રૂપિયાની નોટ કેવી હશે અને તેની ખાસિયત વિશે વાત કરીએ એ પહેલાં જાણીએ કે આખરે કેમ આ નોટ ચલણમાં લાવવામાં આવશે. તમારી જાણ માટે કે 5000 રૂપિયાની નોટ આ પહેલાં ક્યારેય ભારતીય ચલણમાં નથી રહી. પરંતુ વધતી જતી મોંઘવારી, મોટા ટ્રાન્ઝેક્શનની વધતી જરૂરિયાત અને વધુ મૂલ્યની નોટની માગણીને ધ્યાનમાં લેતા આરબીઆઈ દ્વારા આવો નિર્ણય લેવામાં આવી શકે છે.
આ પણ વાંચો: 2000 રૂપિયાની નોટ પાછી ખેંચીને આ નવી નોટ બહાર પાડશે RBI? જાણો શું છે ઈનસાઈડ સ્ટોરી…
આવી હશે નવી 5000 રૂપિયાની નોટ
વાત કરીએ 5000 રૂપિયાની નોટ કેવી હશે એની તો હજી ઓફિશિયલી એની ડિઝાઈન કે બનાવટ કેવી હશે એ જાહેર નથી કરવામાં આવ્યું પરંતુ સુત્રોની વાત પર વિશ્વાસ કરીએ તો આ નોટમાં નીચે પ્રમાણેની વિશેષતાઓ જોવા મળી શકે છે. મળતી માહિતી મુજબ આ નોટ જાંબુડી કે ડાર્ક બ્લ્યુ કલરની હોઈ શકે છે. વાત કરીએ આ નોટના આકારની તો તે 200 રૂપિયાથી થોડી નાની પણ 500 રૂપિયાથી મોટી હોઈ શકે છે. આ નોટ પર ભારતના ઐતિહાસિક સ્મારક જેવા તે સૂર્ય મંદિર કે પાર્લિયામેન્ટનો ફોટો જોવા મળી શકે છે. આ ઉપરાંત આ નોટ પર અશોક સ્તંભ, મહાત્મા ગાંધીનો ફોટો અને સ્વચ્છ ભારતનો લોગો જોવા મળી શકે છે.
આધુનિક સેફ્ટિ ફિચર્સથી લેસ હશે નવી કરન્સી
5000 રૂપિયાની નોટના સેફ્ટી ફિચર્સની વાત કરીએ તો બનાવટી ચલણી નોટથી બચવા માટે આરબીઆઈ હંમેશાથી સતર્ક રહે છે અને આવું જ 5000 રૂપિયાની નોટમાં પણ જોવા મળશે. આ નોટમાં પણ આધુનિક સેફ્ટી ફિચર્સ જેવા કે કલર શિફ્ટિંગ ઈંક, 3ડી વોટર માર્ક, માઈક્રો ટેક્સ્ટ, ઈંટેગ્રા ઈંક, ક્યુઆર કોડ કે ડિજિટલ ટ્રેકિંગ ફિચર જોવા મળી શકે છે.
આ પણ વાંચો: પાંચ રૂપિયા અને 350 રૂપિયાની ચલણી નોટને લઈને RBIએ કરી મહત્ત્વની જાહેરાત…
આરબીઆઈએ શું કહ્યું?
હવે મુદ્દાની વાત કરીએ કે આખરે આ નોટ ક્યારે લોન્ચ કરવામાં આવશે એ વિશે આરબીઆઈ શું કહે છે તો તમારી જાણ માટે કે આરબીઆઈ દ્વારા હજી સુધી ઓફિશિયલી કોઈ ડેટ એનાઉન્સ કરવામાં આવી નહોતી. પરંતુ મીડિયા રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ કો 2025ના ત્રીજા ક્વાર્ટર એટલે કે ઓક્ટોબર-ડિસેમ્બર વચ્ચે આ નોટ લોન્ચ કરવામાં આવી શકે છે.