
નવી દિલ્હીઃ વક્ફ સંશોધન બિલ સંસદમાં પાસ થઈ ગયા બાદ હવે તેના પર નિવેદનબાજી શરૂ થઈ છે. વક્ફ સંશોધન બિલને લઈ અનેક મુસ્લિમ સંગઠન, નેતા અને વિપક્ષે સવાલ ઉભા કર્યા છે. વક્ફ સંશોધન બિલને પાસ કરાવીને કેન્દ્ર સરકાર વક્ફની સંપત્તિ પર કબ્જો કરવા માંગે છે તેવા આરોપ લગાવ્યા છે. આ દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદનું મોટું નિવેદન સામે આવ્યું છે.
શું કહ્યું રવિશંકર પ્રસાદે

રવિશંકર પ્રસાદે કહ્યું, વક્ફ સંશોધન બિલ દ્વારા કોઈપણ મસ્જિદ, કબ્રસ્તાનને હાથ પણ નહીં લગાવવામાં આવે. તેનાથી મુસ્લિમ મહિલાઓને ફાયદો થશે. ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે જણાવ્યું, વક્ફ બિલનો કાયદો બન્યા બાદ દેશની કોઈપણ મસ્જિદ, દરગાહ કે કબ્રસ્તાનને હાથ પણ નહીં લગાવવામાં આવે. લોકોમાં આવી અફવા ફેલાવી યોગ્ય નથી. બિલમાં મસ્જિદ, દરગાહ, કબ્રસ્તાન છીનવી લેવામાં આવશે તેવી કોઈ જોગવાઈ નથી.
મુસ્લિમ મહિલાઓને પણ લાભ થશે
રવિશંકર પ્રસાદે કહ્યું કે, વક્ફ સંશોધન બિલથી મુસ્લિમ મહિલાઓને પણ લાભ થશે અને વક્ફ બોર્ડને લઈ પણ પારદર્શિતા આવશે. મુદ્દો ખૂબ સીધો અને સરળ છે. શું વક્ફનું જે ઉદ્દેશ સાથે નિર્માણ કરવામાં આવ્યું હતું તેનો ફાયદો તેમના સમુદાયને મળી રહ્યો છે? વક્ફ ધાર્મિક બોર્ડ નથી. તે એક કાનૂની અને બંધારણીય બોર્ડ છે. સંપત્તિ પણ તેમનો કોઈ અધિકાર નથી. વક્ફ બિલ મુસ્લિમ મહિલાઓને સશક્ત બનાવશે અને વિધવાઓ તથા હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયના લોકોની મદદ કરશે.
રવિશંકર પ્રસાદે કહ્યું, પટનાના ડાક બંગલા વિસ્તારમાં વક્ફની ઘણી જમીન છે પરંતુ ત્યાં 5 સ્ટાર હોટલ અને શો રૂમ બની ગયો છે. ભારતમાં વિશ્વની સૌથી વધુ વક્ફ સંપત્તિ છે પરંતુ તેમણે કેટલી હૉસ્પિટલ, યુનિવર્સિટી અને તાલીમ કેન્દ્રો બનાવ્યા? કોઈ વ્યક્તિએ સારા હેતુ માટે આપેલી સંપત્તિનો ઉપયોગ મેનેજમેન્ટ આ રીતે કરે? તેમણે ભારપૂર્વક જણાવ્યું, આ બિલ વક્ફ બોર્ડને જવાદાર બનાવીની પારદર્શિતા લાવવામાં મદદ કરશે. તમામ વસ્તુ ઓનલાઈન થશે, ડિજિટલીકરણ થશે. કઈ સંપત્તિ ક્યાં છે, કોણે આપી છે, તેનો શું ઉપયોગ થઈ રહ્યો તે તમામ વસ્તુ જાહેર થશે. તેથી આ તમામ વસ્તુઓ ખૂબ પારદર્શી છે.
આપણ વાંચો: 24 કલાકમાં માત્ર વક્ફ બિલ જ નહીં, સંસદમાં 16 બિલ પાસ કર્યાં, જાણો સમગ્ર વિગત…