‘રવિ કિશનને ખરાબ લાગે તો… તમે સાચું કહો’, જ્યારે પીએમ મોદીએ કરી મજાક….

વિકાસ ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પીએમ નરેન્દ્ર મોદીએ ગોરખપુરના કારીગરો સાથે વર્ચ્યુઅલ વાતચીત કરી હતી. આ દરમિયાન એક કારીગર સાથે વાત કરતા પીએમ મોદીએ બીજેપી સાંસદ રવિ કિશનની હળવી મજાક પણ કરી હતી,. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પીએમ મોદીએ ગઈકાલે ટેરાકોટાના કારીગર લક્ષ્મીચંદ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ 12 મિનિટ સુધી વાત કરી હતી. PMએ સરકારી યોજનાઓ અને તેના લાભો વિશે ચર્ચા કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ગેરંટીવાળા વાહન અંગે કારીગર પાસેથી ફીડબેક લીધો હતો. PMએ તેમને સવાલ કર્યો – લક્ષ્મીજી, જ્યારે તમારા ગામમાં ગેરંટીવાળું વાહન આવ્યું ત્યારે તેનું સ્વાગત કેવી રીતે થયું, કાર્યક્રમ કેવો રહ્યો?
જેના પર લક્ષ્મીચંદ થોડીવાર માટે શાંત થઈ ગયા, તેમને કદાચ પ્રશ્ન બરાબર સંભળાયો નહોતો. જેના પર રવિ કિશને લક્ષ્મીચંદને કાનમાં કંઇક કહ્યું. તેમણે કદાચ સવાલ શું હતો એ અંગે જ સમજાવવાની કોશિશ કરી. આ જોઈને પીએમ મોદીએ મજાકમાં લક્ષ્મીને કહ્યું હતું કે, રવિ કિશન તરફ જોઈને નહીં બોલો. મને કહો કે તમને કેવું લાગ્યું, મને સાચું કહો. તેમને (રવિ કિશનને) ખરાબ લાગે તો લાગે. આ સાંભળીને સભામાં હાજર દરેક લોકો હસવા લાગ્યા. ખુદ પીએમ મોદી પણ હસતા હતા. રવિ કિશન પણ હાથ જોડીને હસવા લાગ્યો. બાદમાં કાર્યક્રમ આગળ વધ્યો અને પીએમ કારીગર સાથે વાત કરવા લાગ્યા.
થોડા દિવસો પહેલા રવિ કિશન સાથે પણ આવી જ એક ઘટના બની હતી. જ્યારે સીએમ યોગી, જેપી નડ્ડા સહિત ભાજપના મોટા નેતાઓ ગોરખપુર પહોંચ્યા હતા. ત્યારે સીએમ યોગીએ એક દુકાનદારને પૂછ્યું, શું કોઈ તમારી દુકાને મોમોઝ ખાવા આવ્યું છે? જેના પર દુકાનદારે જવાબ આપ્યો – હા, અમારા સાંસદ રવિ કિશન આવ્યા હતા. આ સાંભળીને સીએમએ તેમને પૂછ્યું હતું કે પૈસા આપ્યા કે નહીં. મફતમાં ખાધું નથી ને. આ સાંભળીને બધા હસી પડ્યા હતા અને સ્થળ પર પણ હાસ્યનો માહોલ છવાઇ ગયો હતો.