
અભિનેત્રી રવિના ટંડન એર ઈન્ડિયાથી એક વાતે નારાજ થઈ છે અને તેણે એર ઈન્ડિયાને સલાહ આપી દીધી છે. આ એ જ રવિના છે જેણે અમદાવાદ-લંડન ફ્લાઈટ્સના અકસ્માત બાદ એર ઈન્ડિયાને હિંમત આપવાની કોશિશ કરી હતી. હવે રવિનાને એક વાતે એર ઈન્ડિયા કરતા અક્સા એરલાઈન્સ સારી લાગી છે. આ મામલો એરટ્રાવેલ દરમિયાન પેટ્સ સાથે થતા વ્યવહાર સાથે જોડાયેલા છે.
રવિનાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા નારાજગી જતાવી છે અને જણાવ્યું છે કે તેમની ફ્લાઈટમાં પાળેલા જાનવરો સાથે સફર કરતા લોકો સાથે યોગ્ય વ્યવહાર થતો નથી અને પરેશાનીનો સામનો કરવો પડે છે.
આપણ વાંચો: નવી મુંબઈ એરપોર્ટ કાઉન્ટડાઉન સ્ટાર્ટઃ એર ઈન્ડિયાની રોજની 20 ફ્લાઇટ્સ શરૂ થશે
રાકેશ ઝુનઝુનવાલાની એરલાઈન્સ અક્સાએ પેટ્સ ઓન અક્સા નામની સર્વિસ શરૂ કરી છે, જે અંતર્ગત પ્રવાસીઓ હવે બે પાળતું જાનવર લઈ જઈ શકે છે અને તેની બુકિંગ 24 કલાક પહેલા કરવાની શકશે. અક્સાની આ જાહેરાત બાદ રવિવાની પોસ્ટ આવતા વધારે વાયરલ થઈ છે.
અત્યાર સુધી અક્સા માત્ર એક જ પાળતું જાનવરને ફ્લાઈટમાં લેવાની પરવાનગી આપતી હતી. હવે તે બે જાનવરને લઈ જવાની પરવાનગી આપી રહી છે. આ જાહેરાત બાદ રવિનાએ એર ઈન્ડિયાને પણ આ રીતે કરવા કહ્યું છે. રવિનાએ લખ્યું છે કે તમારા અમુક નિયમોથી પેટ પેરેન્ટ્સ માટે તકલીફો ઊભી થાય છે. અમારા પેટ્સ તમારા અમુક પેસેન્જર કરતા ઘણી સારી રીતે ટ્રાવેલિંગ કરે છે.
આપણ વાંચો: એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પેસેન્જરે કોકપીટનો દરવાજો ખોલવાની કોશિશ કરતા ખળભળાટ
એર ઈન્ડિયાએ રવિનાની પોસ્ટ પર રિએક્ટ કર્યું છે. એર ઈન્ડિયા ખાસ કોઈ સ્થિતિમાં પાળતું જાનવરોને કેબિન અને કાર્ગોહોલ્ડમાં ટ્રાવેલ કરવાની અનુમતિ આપે છે. જેને લીધે પ્રવાસીઓ વારંવાર ફરિયાદ કરે છે.
રવિના એનિમલ લવર છે. એનિમલ્સ રેસ્કયુ પણ કરતી હોય છે. આ સાથે ઘણા પ્રવાસીઓ છે જેમને એર ટ્રાવેલ કરતા સમયે પેટ્સને લઈ જવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.
ફિલ્મોની વાત કરીએ તો રવિના ઈન ગલીયોં મેમાં દેખાઈ હતી. હવે તે અક્ષય કુમારની વેલકમ-3માં જોવા મળશે. રવિનાની દીકરી રાશાએ પણ બોલીવૂડમાં ડેબ્યુ કર્યું છે. તેની ફિલ્મ આઝાદ ખાસ કંઈ ચાલી નહીં પરંતુ રાશા ઉઈ અમ્મા ડાન્સ સિકવન્સથી ભારે ફેમસ થઈ ગઈ.