દેશના આ સ્થળોએ સ્થિત છે રાવણ મંદિર, Dussehra ના દિવસે કરવામાં આવે છે પૂજા-અર્ચના…

નવી દિલ્હી : અસત્ય પર સત્યની જીતનો તહેવાર વિજયાદશમી એટલે કે દશેરા(Dussehra)12મી ઓક્ટોબરે છે. આ પવિત્ર તહેવાર નવરાત્રીના નવ દિવસ પૂરા થયા પછી દશેરાના દિવસે ઉજવવામાં આવે છે. એક માન્યતા મુજબ આ શુભ દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામે લંકાના રાજા રાવણનો વધ કર્યો હતો. રાવણ ભગવાન શિવનો મહાન ભક્ત હતો. ભારતમાં ઘણી જગ્યાએ રાવણના મંદિરો છે. આ મંદિરોમાં દશેરાના દિવસે રાવણની પૂજા-અર્ચના કરવામાં આવે છે.
મંદસૌર, મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશના મંદસૌરમાં રાવણનું મંદિર છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર રાવણને મંદસૌરનો જમાઈ માનવામાં આવે છે. મંદસૌર એ મંદોદરીના માતાનું ઘર છે. મંદોદરીના નામ પરથી આ સ્થળનું નામ મંદસૌર પડ્યું. આ રાવણનું પ્રથમ મંદિર છે. અહીં રૂંડી નામની રાવણની વિશાળ મૂર્તિ છે .જેની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં પૂજા કરતી વખતે મહિલાઓ ઘુંઘટમાં રહે છે.
વિદિશા, મધ્યપ્રદેશ
વિદિશા રાવણની પત્ની મંદોદરીનું જન્મસ્થળ છે. અહીં રાવણની 10 ફૂટ ઊંચી પ્રતિમા છે. વિદિશામાં લોકો દશેરાના દિવસે રાવણની વિશેષ પૂજા કરે છે.
દશાનન મંદિર, કાનપુર, ઉત્તર પ્રદેશ
કાનપુરના શિવાલા વિસ્તારમાં રાવણનું મંદિર છે. આ મંદિરના દરવાજા વર્ષમાં માત્ર એક જ વાર દશેરાના દિવસે ખુલે છે. દશેરાના દિવસે આ મંદિરમાં રાવણની મૂર્તિને શણગારવામાં આવે છે અને ત્યારબાદ આરતી પણ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ મંદિરમાં તેલનો દીવો પ્રગટાવવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
કોલાર, કર્ણાટક
કોલારના માલવલ્લી તાલુકામાં રાવણનું મંદિર પણ છે. જેમાં માન્યતા અનુસાર, કોલારમાં રાવણની પૂજા કરવામાં આવે છે કારણ કે તે ભગવાન શિવનો મહાન ભક્ત હતો.