Video: મધ્ય પ્રદેશની સરકારી હોસ્પિટલમાં દર્દીઓ કરતા ઉંદરો વધારે! કોંગ્રેસના ગંભીર આરોપ
ગ્વાલિયર: મધ્યપ્રદેશના ગ્વાલિયર(Gwalior) શહેરની સરકારી હોસ્પિટલના એક વોર્ડમાં ઉંદરો ફરતા (Rats in Hospital)હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હોબાળો મચી ગયો છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસે મંગળવારે તેના X હેન્ડલ પર વિડિયો શેર કર્યો હતો, જેમાં દાવો કર્યો હતો કે ગ્વાલિયરની કમલા રાજા હોસ્પિટલમાં “દર્દીઓ કરતાં વધુ ઉંદરો” છે, અને રાજ્યમાં આરોગ્ય સુવિધાઓની સ્થિતિ અંગે સરકારની ટીકા કરી હતી.
કોંગ્રેસ સિવાય કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે વિડિયો શેર કર્યો છે જેમાં હોસ્પિટલમાં ઉંદરો ફરતા દેખાય છે, અને દાવો કરવામાં આવ્યો છે કે આ વિડીયો ગ્વાલિયરની કમલા રાજા હોસ્પિટલના મહિલા અને બાળકો માટેના વોર્ડનો છે.
આ વિડીયો વાયરલ થતા તંત્ર ઊંઘમાંથી જાગ્યું છે. મેડિકલ કોલેજના ડીન આરકેએસ ધાકડે મંગળવારે પત્રકારોને જણાવ્યું હતું કે તેમને આ વીડિયોની જાણ થઈ છે અને તેમણે હોસ્પિટલના અધિક્ષકને ઉંદરોની સમસ્યાને કાબૂમાં લેવા માટે જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. વોર્ડમાં પેસ્ટ કંટ્રોલ થાય છે, પરંતુ તેને વધુ અસરકારક બનાવવા માટે કહેવામાં આવ્યું છે જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ઊભી ન થાય.
કોંગ્રેસે X પર વિડિયો શેર કરતા લખ્યું કે, “મધ્યપ્રદેશની આરોગ્ય પ્રણાલીની હાલત જુઓ. ગ્વાલિયરની કમલા રાજા હોસ્પિટલમાં દર્દીઓ કરતાં વધુ ઉંદરો રખડતા હોય છે, દર્દીઓ અને નવજાત શિશુઓને ઉંદરોથી બચાવવા માટે કડક તકેદારી રાખવી જોઈએ. મધ્યપ્રદેશ ભગવાન ભરોશે છે. મધ્યપ્રદેશના પરચીવાલે મુખ્ય પ્રધાન દરબારમાં હાજરી નોંધાવવા ફરી રહ્યા છે.