Ratan Tataએ ફેક્ટરીમાં શ્રમિકની જેમ કામ કર્યું અને નમકથી માંડી જહાજ બનાવવા સુધી પહોંચ્યા
મુબઈ: ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાનું ગત રાત્રે અવસાન (Ratan Tata passes away) થયું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 86 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. 31 માર્ચ, 2024 સુધીમાં ટાટા ગ્રુપનું કુલ માર્કેટ કેપ $365 બિલિયન હતું, કંપનીને આ સ્તરે પહોંચાડવામાં રતન તાતાએ સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી, રતન ટાટાએ કંપનીને આગળ વધારવા દિવસ રાત એક કરીને કામ કર્યું હતું.
રતન ટાટાનું ટાટા ગ્રુપ મીઠું બનાવવાથી લઈને એરલાઈનની માલિકી ધરાવે છે. આજે ભારતમાં દરેક ઘરમાં ટાટા કંપનીની કોઈને કોઈ પ્રોડક્ટનો ઉપયોગ થતો જ હોઈ છે, જેનો શ્રેય રતન તાતાને જાય છે.
28 ડિસેમ્બર, 1937ના રોજ મુંબઈમાં જન્મેલા રતન ટાટાના પિતા નવલ ટાટા અને માતા સુની ટાટા 1948માં અલગ થઈ ગયા હતા, તેમની દાદીએ તેમનો ઉછેર કર્યો હતો. મુંબઈ અને શિમલામાં અભ્યાસ કર્યા બાદ રતન ટાટાએ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. તેમણે કોર્નેલ યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચર અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો.
રતન ટાટા અમેરિકામાં કામ કરવા માંગતા હતા પરંતુ તેમની દાદીની તબિયતના કારણે તેમને ભારત આવવું પડ્યું. ભારતમાં તેણે IBMમાં કામ કરવાનું શરૂ કર્યું. જ્યારે ટાટા ગ્રૂપના તત્કાલીન ચેરમેન જેઆરડી ટાટાને આ વાતની જાણ થઈ તો તેઓ ખૂબ ગુસ્સે થયા. જેઆરડી ટાટાના કહેવા પર, તેમણે ટાટા ગ્રૂપને તેમનો સીવી મોકલ્યો અને ટાટા ગ્રૂપમાં સામાન્ય કર્મચારી તરીકે તેમની કારકિર્દી શરૂ કરી.
ટાટા ગ્રૂપમાં નોકરી દરમિયાન, તેમણે અન્ય કર્મચારીઓ સાથે કામ કરતા. તેમણે ટાટા સ્ટીલ પ્લાન્ટમાં ભઠ્ઠીઓમાં શ્રમિકો સાથે ચૂનાના પથ્થર નાખવાનું કામ કરીને કામ અંગે અંદાજો મેળવ્યો હતો. વર્ષ 1991 માં, રતન ટાટા ટાટા જૂથના અધ્યક્ષ બન્યા અને લગભગ 21 વર્ષ સુધી સમગ્ર જૂથનું નેતૃત્વ કર્યું. આ સમયગાળા દરમિયાન, રતન ટાટાએ માત્ર ટાટા ગ્રૂપનું નેતૃત્વ જ કર્યું ન હતું પરંતુ ભારતને ગૌરવ અપાવ્યું હતું. ટાટા ગ્રૂપના ચેરમેન રહીને રતન ટાટાએ જગુઆર લેન્ડ રોવર જેવી મોટી બ્રાન્ડ હસ્તગત કરી હતી.
Also Read –