વાચકો માટે નવો પ્રોજેક્ટ શરૂ કર્યો રતન ટાટા મેનેજર શાંતનુ નાયડુએ,જાણો વિગતો

ભારતના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓમાંના એક રતન ટાટાનું અવસાન થયાને બે મહિના થયા છે. તેમના અલગ થવાથી ચાહકો અને નજીકના મિત્રોમાં ખાલીપો સર્જાયો છે. ટાટાના મેનેજર શાંતનુ નાયડુ પણ એમાંથી એક છે. રતન ટાટા અને શાંતનુ નાયડુ બંને પ્રાણીઓ પ્રત્યેના તેમના પ્રેમને કારણે ગાઢ સંબંધ ધરાવે છે.
શાંતનુએ વર્ષો સુધી નાયડુ રતન ટાટા સાથે કામ કર્યું છે. બંને સારા મિત્રો હતા. શાંતનુ નાયડુની કારકિર્દીમાં ટાટાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્વર્ગસ્થ રતન ટાટાના મેનેજર અને વિશ્વાસુ શાંતનુ નાયડુએ તેમના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે. વાંચનના શોખને વ્યવસાયમાં ફેરવનાર શાંતનુએ એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. નાયડુએ તેમના પેશન પ્રોજેક્ટ ‘બુકીઝ’ને વધુ વિસ્તારવાનું નક્કી કર્યું છે . આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય લોકોમાં વાંચનનો આનંદ ફરી જાગૃત કરવાનો છે. તેમણે LinkedIn પર લખ્યું હતું કે ‘બુકીઝ’ નામનો આ પ્રોજેક્ટ લોકોને જાહેર સ્થળોએ એકસાથે વાંચવા માટે પ્રોત્સાહિત કરે છે.
મુંબઈથી શરૂ થયેલો આ પ્રોજેક્ટ પુણે અને બેંગલુરુમાં તેની છાપ છોડી ચૂક્યો છે. ગયા મહિને તેમણે બેંગલુરુમાં એક બેઠકનું આયોજન કર્યું હતું અને ગઇકાલે જયપુરમાં તેની શરૂઆત કરી હતી. નાયડુએ ‘જયપુર બુકીઝ’ની જાહેરાત કરતા શહેરના પુસ્તક પ્રેમીઓને 8મી ડિસેમ્બરે આ વાંચન કાર્યક્રમમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. ધીમે ધીમે આ પ્રોજેક્ટ કોલકાતા, દિલ્હી, અમદાવાદ અને સુરત શહેરો સુધી વિસ્તરણ કરવાની શાંતનુંની યોજના છે. તેઓ જણાવે છે કે, “પ્રયોગ તરીકે જે શરૂ થયું તે હવે એક ચળવળ છે. પુસ્તકોને ફરીથી લોકપ્રિય બનાવવાનો ઉદ્દેશ્ય છે, જેથી લોકો આ શહેરોમાં શાંતિથી વાંચી શકે,”
આજના ઝડપી વિશ્વમાં વાંચનના મહત્વ વિશે ચર્ચા કરતા શાંતનુ જણાવે છે કે, વાંચન એ માનવીય અનુભવનું કેન્દ્ર રહ્યું છે.
આ પણ વાંચો : શ્રી રતન ટાટાની ગેરહાજરી દેશમાં જ નહીં સમગ્ર વિશ્ર્વમાં અનુભવાય છે
મારા પ્રોજેક્ટ બુકીઝનો ઉદ્દેશ્ય સમુદાયમાં વાંચનની ટેવ કેળવવાનો અને વાંચન વધારવાનો અને વાંચનની આદત પુનઃસ્થાપિત કરવાનો છે. માનવ અનુભવ માટે વાંચન મહત્વપૂર્ણ છે, પરંતુ હવે વાચકોની સંખ્યા ઘટી રહી છે. મારો પ્રોજેક્ટ લોકોમાં વાંચનની આદત વિકસાવવામાં મદદ કરશે.” તેણે ધ્યાનના અભાવનો પણ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, “અગાઉ આપણે ત્રણ મિનિટની રીલ્સ જોતા હતા. હવે આપણે દોઢ મિનિટનો વીડિયો પણ જોઈ શકતા નથી.”
શાંતનુ નાયડુ રતન ટાટાના વિશ્વાસુ મેનેજર છે. ટાટાની વસિયતમાં શાંતનુનું નામ છે. શાંતનુએ ટાટાના નિધન બાદ LinkedIn પર તેમને શ્રદ્ધાંજલિ આપતી એક ભાવનાત્મક પોસ્ટ કરી હતી. “હું મારા બાકીના જીવન માટે આ મિત્રતા દ્વારા સર્જાયેલી શૂન્યાવકાશને ભરવાનો પ્રયાસ કરીશ. ઉદાસી એ પ્રેમ માટે ચૂકવવાની કિંમત છે. વિદાય, મારા પ્રિય માર્ગદર્શક,” એમ તેણે લખ્યું હતું. તેણે આ નોટ સાથે પોતાનો એક ફોટો પણ શેર કર્યો હતો