જ્યારે રતન ટાટાએ જણાવી ટાટા નેનો કાર બનાવવાની કહાણી….

ટાટા નેનો પ્રોજેક્ટ રતન ટાટાનો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો, જેનો મુખ્ય હેતુ મધ્યમ વર્ગના લોકોને આરામ આપવાનો હતો. રતન ટાટાએ સોશિયલ મીડિયા પર એક વાર જણાવ્યું હતું કે તેમને આવી કાર બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો.
રતન ટાટાએ વર્ષ 2022માં જણાવ્યું હતું કે તેમને નેનો લોન્ચ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી – મેં ઘણીવાર લોકોને તેમના પરિવાર સાથે સ્કૂટર પર જતા જોયા છે. બાળકો તેમના માતા-પિતાના ખોળામાં બેઠેલા કે માતા અને પિતાની વચ્ચે બેઠેલા જોવા મળ્યા હતા. એવું લાગતું હતું કે તેઓ સેન્ડવીચ થઇ જતા હતા. મેં વરસાદમાં પણ માતા-પિતા અને બાળકને બાઇક પર પલળતા જતા જોયા છે.
| Read More: Instagram પર કયા બે એકાઉન્ટને ફોલો કરતાં હતા Ratan Tata?
તેમની કોઇ સેફ્ટી નથી હોતી. વરસાદમાં બધા જ પલળી જતા હોય, પણ શું કરે એ લોકો પણ. એમની પણ મજબુરી છે. તેમની પાસે એટલા પૈસા નથી કે તેઓ સાદી કાર પણ ખરીદી શકે. કાર ખરીદવી તેમને પરવડી શકતી નથી કારણ કે કારની કિંમત વધારે હોય છે. એ વખતે મને આવા લોકો માટે કાર બનાવવાની પ્રેરણા મળી. મેં વિચાર્યું કે મારે એવા લોકો માટે કાર બનાવવી જોઈએ, જેઓ કાર ખરીદવા માંગે છે પરંતુ સક્ષમ નથી. આર્કિટેક્ચર સ્કૂલમાં ભણવાનો ફાયદો એ થયો કે હું ડૂડલ્સ બનાવતો હતો. મેં એક કારનું ડૂડલ તૈયાર કર્યું. જે આગળ જતા નેનોના રૂપમાં આવ્યું આ રીતે ટાટા નેનો કાર થોડા વર્ષો પછી લોન્ચ કરવામાં આવી હતી.
| Read More: Ratan Tataના નિધનથી ગુજરાતનાં પારસી સમુદાયમાં શોક: સુરતમાં ખેલૈયાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ
દેશ અને દુનિયામાં તેની ખૂબ ચર્ચા થઈ. આ કાર વિશ્વ મીડિયામાં પણ મથાળા સર કર્યા કારણ કે તે વિશ્વની સૌથી સસ્તી કાર હતી. ટાટા ગ્રુપે ‘સસ્તી કાર’ને તેની યુએસપી બનાવી. તેઓ વિચારી રહ્યા હતા કે મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગ આનાથી આકર્ષિત થશે અને કાર ખરીદવાનું તેમનું સપનું પૂરું થશે, પરંતુ લોકો તેને લખતકિયા કાર કહેવા લાગ્યા, તેનો અર્થ લાખ રૂપિયાની કાર છે. લોકોને લાગ્યું કે આ કારથી સમાજમાં તેમનો દરજ્જો ઓછો થશે અને તેમની મજાક ઉડશે.
રતન ટાટાએ એક વાર સ્વીકાર્યું હતું કે ખોટા માર્કેટિંગને કારણે ટાટા નેનો ફેલ ગઇ. તેમણે આ કારનું માર્કેટિંગ સૌથી સસ્તી કાર તરીકે કર્યું,જેનું તેમને નુક્સાન થયું. તેમણે આ કારનું માર્કેટિંગ સામાન્ય લોકોને પરવડી શકે તેવી કારના રૂપમાં કરવું જોઇતું હતું. ખોટા માર્કેટિંગને કારણે કારના વેચાણમાં ઘટાડો થયો હતો. આ ઉપરાંત આ કારમાં આગ લાગવાની ઘણી ઘટના પણ સામે આવી હતી. આ કારનું એન્જીન પાછળના હિસ્સામાં હતું.
| Read More: Ratan Tataની અંતિમ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ થઇ રહી છે વાયરલ, કાશ એ સાચી થઇ જાય!
એવો દાવો કરવામાં આવ્યો હતો કે એન્જિન બનાવવામાં જે પ્લાસ્ટિક વાપરવામાં આવ્યું હતું એ જ્વલનશીલ હતું. એન્જિનમાં શોર્ટ સર્કિટ અને આગને કારણે નેનોની પ્રતિષ્ઠા વધુ ખરડાઇ હતી અને એક સમય એવો આવ્યો કે કારનું વેચાણ જ બંધ થઇ ગયું અને આ કારનો પ્લાન્ટ પણ બંધ કરવાની નોબત આવી. આમ રતન ટાટાનો ડ્રીમ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો.