Ratan Tataની અંતિમ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ થઇ રહી છે વાયરલ, કાશ એ સાચી થઇ જાય!
મુંબઇઃ ઉદ્યોગપતિ રતન ટાટા હવે આપણી વચ્ચે નથી. 86 વર્ષની વયે તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મૃત્યુ બાદ તેમની છેલ્લી સોશિયલ મીડિયા પોસ્ટની ખૂબ ચર્ચા થઈ રહી છે, જેને વાંચીને લોકો કહી રહ્યા છે કે, કાશ! તેમનું આ નિવેદન સાચુ થાય. રતન ટાટા ભારતનું ગૌરવ અને અમૂલ્ય રત્ન હતા. તેમની તબિયત બગડ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમની છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેમણે કહ્યું હતું કે આ બધી અફવા છે.તેઓ રૂટિન ચેકઅપ માટે જ હૉસ્પિટલમાં દાખલ થયા છે અને ચિંતાનું કોઇ કારણ નથી. હું સંપૂર્ણ સ્વસ્થ છું. તેમણે મીડિયા અને લોકોને ખોટી માહિતી આપવાથી બચવા અપીલ કરી હતી.
| Read More: Ratan Tataના નિધનથી ગુજરાતનાં પારસી સમુદાયમાં શોક: સુરતમાં ખેલૈયાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ
રતન ટાટાના નિધન બાદ તેમની એ છેલ્લી પોસ્ટની ચર્ચા થઈ રહી છે. રતન ટાટાએ તેમની છેલ્લી પોસ્ટમાં લખ્યું છે કે તેમના સ્વાસ્થ્યને લઈને જે પણ અફવાઓ ચાલી રહી છે તેનાથી તેઓ વાકેફ છે. વૃદ્ધાવસ્થાના કારણે તેઓ ચેકઅપ માટે હોસ્પિટલમાં ગયા છે. ચિંતા કરવાની કોઈ વાત નથી. જોકે, આ પોસ્ટના થોડા કલાકો બાદ જ તેણે દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેમના ચાહકો એ વાતથી દુઃખી છે કે રતન ટાટાએ તેમની ખરાબ તબિયતના સમાચારને અફવા ગણાવી હતી. અંત સમયે પણ રતન ટાટાને લોકોનો ખયાલ હતો. લોકોને પરેશાની ના થાય એવી તેમની ઇચ્છા હતી.
| Read More: Ratan Tata Death: જ્યારે નવરાત્રિના મ્યુઝિકના તાલે ઝુમતા ખેલૈયાઓના પગલા થંભી ગયા
લોકો તેમની આ પોસ્ટ પર અલગ અલગ કમેન્ટ્સ કરી રહ્યા છે. એક નેટિઝને લખ્યું હતું કે, સર, તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો. અન્ય એકે લખ્યું હતું કે રતન ટાટાનું નિધન એક અંગત ખોટ છે. ત્રીજાએ લખ્યું હતું કે, એવો વિશ્વાસ જ નથી થઇ રહ્યો કે રતન ટાટા હવે આપણી વચ્ચે નથી.