“તમે કંઇ જાણતા નથી…” ફોર્ડના ચેરમેનના આ શબ્દોનો Ratan Tataએ આ રીતે બદલો લીધો
મુંબઈ: ભારતના અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનને (Ratan Tata Death) કારણે દેશમાં શોકનો માહોલ છે, ભારતના ઉદ્યોગ જગતને નવી ઊંચાઈએ લઇ જવા સિંહફાળો આપનાર રતન ટાટાને પદ્મ વિભૂષણથી સન્માનવામાં આવ્યા છે. લોકો રતન ટાટા સાથે જોડાયલા પ્રસંગોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે, એવામાં રતન ટાટાના અડગ આત્મ વિશ્વાસનો એક કિસ્સો યાદ કરવા જેવો છે. આ કિસ્સો જાણીતી કાર મેન્યુફેક્ચરિંગ કંપની ફોર્ડ સાથે જોડાયેલો છે.
ફોર્ડ મોટર્સના ચેરમેન સાથે રતન ટાટાની વાતચીત ખુબ જાણીતી છે. ફોર્ડ મોટર્સના તત્કાલીન ચેર પર્સન દ્વાયા થયેલા આપમાનનો રતન ટાટાએ તેમના ઉદ્યોગ કુનેહથી બદલો લીધો હતો.
આ કિસ્સો 90 ના દાયકાનો છે, જ્યારે ટાટા સન્સના ચેરમેન રતન ટાટાની આગેવાની હેઠળ ટાટા મોટર્સે ટાટા ઇન્ડિકા લોન્ચ કરી હતી. પરંતુ તે સમયે કારનું વેચાણ ખુબ જ નબળું રહ્યું હતું, ગ્રાહકોના નબળા પ્રતિસાદ અને નુકસાનને કારણે ટાટાએ પેસેન્જર કાર વિભાગને વેચવાનું નક્કી કર્યું. આવી સ્થિતિમાં તેણે અમેરિકન કાર ઉત્પાદક ફોર્ડ મોટર્સ સાથે વાત કરી.
એ સમયે ફોર્ડ મોટર્સના ચેરમેન બિલ ફોર્ડે તેમની મજાક ઉડાવી હતી. તેણે કહ્યું હતું કે, “તમે કંઈ જાણતા નથી, તમે પેસેન્જર કાર ડિવિઝન કેમ શરૂ કર્યું? જો હું આ સોદો કરીશ, તો હું તમારા પર મોટો ઉપકાર કરીશ.”
બિલ ફોર્ડના આ શબ્દોએ ટાટાને દુઃખ પહોંચાડ્યું, આવી સ્થિતિમાં તેમણે એક મોટો નિર્ણય લીધો. અમેરિકામાં થયેલા અપમાન બાદ તેમણે કાર ડિવિઝન વેચવાનો નિર્ણય મોકૂફ રાખ્યો. બિલને મળ્યા બાદ તેઓ મુંબઈ પાછા ફર્યા. તેણે પોતાનો નિર્ણય બદલવાનું કારણ કોઈની સામે જણાવ્યું નહીં, તેમણે તેમનું સમગ્ર ધ્યાન ટાટા મોટર્સને ઊંચાઈઓ પર લઈ જવા માટે સમર્પિત કર્યું. તેમની મહેનતનું ફળ મળ્યું અને 2008 સુધીમાં ટાટા મોટર્સ વૈશ્વિક બજારમાં જાણીતી બની. કંપનીની કાર વેસ્ટ સેલિંગ કેટેગરીમાં ટોપ પર આવી હતી.
એક તરફ ટાટા મોટર્સને સફળતાના શિખરો તરફ પહોંચી રહી હતી, તો બીજી તરફ ફોર્ડ કંપની ખોટ કરી રહી હતી. આવી સ્થિતિમાં ડૂબતી ફોર્ડ મોટર્સને બચાવવા માટે રતન ટાટા આગળ આવ્યા. તેમણે ફોર્ડ કંપનીની માલિકી હેઠળની જગુઆર અને લેન્ડ રોવર બ્રાન્ડ્સ ખરીદવાની ઓફર કરી.
આ ડીલ માટે ટાટ અમેરિકા ગયા ન હતા. તેમનું અપમાન કરનાર બિલ ફોર્ડને પોતે પોતાની આખી ટીમ સાથે મુંબઈ આવવું પડ્યું હતું. જોકે, મુંબઈ પહોંચતા જ બિલનો સ્વર બદલાઈ ગયો. ફોર્ડના ચેરમેને રતન ટાટાનો આભાર માન્યો અને કહ્યું, “તમે જગુઆર અને લેન્ડ રોવર સિરીઝ ખરીદીને અમારા પર મોટો ઉપકાર કરી રહ્યા છો.”
આજે જગુઆર અને લેન્ડ રોવર કાર ટાટાની સૌથી સફળ બ્રાંડ છે.
Also Read –