નેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

રાશિ ભવિષ્ય-વિક્રમ સંવત ૨૦૮૧: કન્યા

વિક્રમ સંવત – ૨૦૮૧ના આપ સૌને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. કારતક માસ શનિવાર તુલા/વૃશ્ચિક રાશિમાં ચંદ્ર પ્રવેશ કરે છે. જે ૨-૧૧-૨૦૨૪ના રોજ વર્ષ દરમિયાન સ્થિર ગ્રહો પ્રમાણે માર્ચ ૨૯-૩-૨૦૨૫ સવારે ૫ કલાક ૨૫ મિનિટે પૂર્વભાદ્રપ્રદ નક્ષત્રમાં શનિ ગ્રહ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ ગ્રહ ૧૪-૦૫-૨૦૨૫ના રોજ રાત્રે ૧૧ કલાકને ૨૪ મિનિટે મૃગશીર્ષ નક્ષત્રમાં મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે તારીખ ૨૦-૫-૨૦૨૫ સવારે ૬ કલાકને ૪૪ મિનિટે રાહુ કુંભ રાશિમાં વ્રકી ભ્રમણ-પૂર્વભાદ્રપ્રદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. કેતુ સિંહ રાશિમાં ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. અનલ નામ, સંવત્સરમાં અન્ય ગ્રહો પોતાની ગતિ મુજબ જ પરિભ્રમણ કરે છે.

A rare Mahalakshmi Yoga happened, the grace of Maa Lakshmi will shower on the four zodiac signs...

કન્યા (પ, ઠ, ણ)

આ વર્ષે આપના સ્થિર ગ્રહો મુજબ રાહુ સાતમા ભાવથી છઠ્ઠા ભાવે અઢાર માસ માટે સ્થિર રહેશે. કુંભ રાશિમાં જે શુભફળ દાતા રહે. છઠ્ઠા ભાવે રાહુ શુભ ફળ આપે છે. શનિ ગ્રહ ૨૯-૩-૨૦૨૫થી સાતમાં ભાવે રહેતા દેહભુવને દૃષ્ટિ તમારા આત્મબળ-પ્રગતિ માટે કેવું ફળ આપશે? તે આગળ ફળમાં જોઈએ. શુભ ગ્રહ ૧૪-૫-૨૦૨૫થી મિથુન રાશિમાં દસમા ભાવે શુભ ફળ આપશે. અન્ય ગ્રહો તેની ભ્રમણ કક્ષાએ સમય અનુસાર ભ્રમણ કરશે.

માનસિક અને શારીરિક આરોગ્ય:- “મન ચંગા તો કથરોટ મેં ગંગા મુજબ ૬૮ તીર્થ તમારા મન ઉપર દર્શનો કરાવશે. એટલે મનથી શુદ્ધ રહેશો તો દરેક યાત્રામાં થનારું ફળ નિર્મળ મનને આ વર્ષે મળશે. ખોટી વિના કારણ ચિંતા તમારી ઊંઘ ઊડાડી દેશે. તમારી જવાબદારી તમને માનસિક રીતે નિવૃત થવા દેશે નહીં. સંતાનોના કાર્યોથી સંતોષજનક મન તમને રાહતનો શ્ર્વાસ લઈ શકશો. શારીરિક આરોગ્ય મધ્યમ રહે. સાંધાના દુ:ખાવા ને વાયુ પ્રકૃતિના રોગ થાય. લાંબી બીમારી આવી શકે અને દવા પણ લાંબી ચાલશે. પીઠ-શરીરના દુ:ખાવાની ફરિયાદ અવાર-નવાર કરશો. મૃત્યુતુલ્ય બીમારી નથી.

પારિવારિક:- પરિવારમાં સમય મધ્યમ પસાર થાય. દામ્પત્ય જીવનમાં અવારનવાર ગેરસમજો ઊભી થાય. સંતાનો સાથે વિવાદ થાય. સહોદરથી લાભ થાય. વડીલો પિતા તૂલ્ય કે પિતાની આરોગ્ય અંગે કાળજી લેવી. વિવાહ યોગ્ય યુવાનો માટે સમય મધ્યમ રહે. પરિવારમાં સહકાર તમને આરોગ્ય સુધારો આપશે.

નોકરી-વેપારી વર્ગ:- નોકરીયાત વર્ગને ઉચ્ચપદ મળશે. તેમ જ ધાર્યા પ્રમાણે કાર્યો પાર પડશે. તમારી જવાબદારી વધતી જાય. ખોટા વહેમ-શંકામાં ના રહેતા કાર્યને ખંતથી કરવામાં માનશો. તમારા કર્મ સારા હશે તો કુદરત તમારી સાથે રહેશે. બદલી તમારા મનપસંદ સ્થળ-સ્થાને નહીં મળે.

વેપારી વર્ગને ખુબ જ સારો સમય રહેશે. ન ધારેલી સફળતા મળશે. ભાગીદાર છેતરામણી કે કપટ-હિસબમાં ચોરી કરતા હશે તો તમારી નજર બહાર નહીં જઈ શકે. વિદેશ સાથે વેપાર કરનારને લાભપ્રદ સમય રહેશે. નવા સાહસ આ વર્ષે વેપારમાં થાય. સમાજમાં માન-મોભો વધશે.

આર્થિક સ્થતિ:- આ વર્ષ આવક જાવકના સરવૈયા કરતા ઉધાર પાસું ઊંચું થતું જણાય. ખર્ચાઓ અગણિત થાય અને આવકમાં શૂન્ય ગણાશે. માટે આવકને ધ્યાનમાં રાખીને આવકના વધુ સ્રોત વધારશો. શેર-લોટરીથી લાભ થાય. લક્ષ્મીજીને મનાવવા મંત્ર-દાન કરવાથી ગ્રહોની અશુભ અસરમાં રાહત મેળવશો.

સ્થાવર સંપત્તિ સુખ:- જમીન-મકાન-વાહન વસાવવા માટે આ વર્ષ ઉત્તમ રહે. નવા વાહનની ખરીદી થાય. તમારી જૂના મકાનમાં નવું અદ્યતન સ્વરૂપ આપી રાચરચીલાયુક્ત શણગારી શકશો. મોટા વાહનની લે-વેચ માટે સાનુકુળતાનો સમય.

પ્રવાસ:- આ વર્ષે પ્રવાસમય રહેશે. સારું આયોજન નાની મોટી યાત્રામાં ખુશમિજાજ અને આહ્લાદક આનંદ માણી શકશો. નોકરી અર્થે વિદેશ યાત્રા પણ શક્ય બને.

શત્રુ વર્ગ-મિત્ર વર્ગ :- કોર્ટના કાર્યો કાચબાની ગતિએ ચાલશે. તમારી નીતિ-રીતિ સાચી હશે તો ન્યાય તમારી તરફેણમાં થાય. વેપાર-નોકરીમાં હરીફો થાય. તમારા ઘણા શત્રુ ઊભા થાય. કુટનીતિ કરવા જાય પણ તમારી જીત થાય. તમારું કોઈ બગાડી શકશે નહીં. પણ ‘ઊગતા રોગ ને શત્રુ’ને તરત ડામવો – રાહ ના જોવાય.
મિત્રો સાથે વેપારમાં લાભ થાય. મિત્રોથી નાણાકીય મદદ મેળવશો. તમારા માંગલિક કાર્યોમાં જોડે રહેશે. તમારા મિત્રો તમારી સાથે જ રહેશે.

અભ્યાસ :- અભ્યાસમાં સફળતા મળે તમારા ધાર્યા પ્રમાણે ફળ મળે.

બાર મહિના પ્રમાણે ફળ

(૧) કારતક :- આ સમયે માતા કે માતા તૂલ્ય વ્યક્તિની તબિયત બગડે તમારે હૃદય-છાતીના દર્દો હોય તો કાળજી લેવી. વેપારમાં છેતરામણી થાય. નવા વાહન-મકાનની ખરીદી મોકૂફ રાખવી.

(૨) માગશર :- આ સમય પરિવારની જવાબદારી વધતી જાય. સ્થાવર મિલકતમાં વધારો થાય. વેપારમાં વધારો થાય.

(૩) પોષ :- આ સમય સંતાનોની પ્રગતિ થાય. સંતાનો વિદેશ જવા માટે શુભ સમય બતાવે છે. સહોદર સાથે લાભ થાય. સાહસ ભર્યા કાર્યો થાય.

(૪) મહા :- નોકરીમાં બદલી થાય. કાયદાકીય સફળતા મળે. વિવાહ યોગ્ય યુવાનો માટે શુભ સમય.

(૫) ફાગણ :- શેર-લોટરીથી લાભ થાય. વેપારમાં નવા સાહસ દ્વારા લાભ થાય. પેટને લગતી શસ્ત્રક્રિયા થાય.

(૬) ચૈત્ર :- વિવાહિત જીવનમાં મધુરતા જળવાય. સંતાનોની નામના થાય. પણ ખોટા કાર્યોમાં ફસાય જાય. તેવા કુટનીતિનો ઉપયોગ થાય નહીં તેની કાળજી લેવી. વારસાગત મિલકતથી લાભ થાય.

(૭) વૈશાખ :- આ સમયે નોકરીમાં બદલી થાય. સંતાનોથી ધન લાભ થાય. ભાગ્ય સાથ આપે. નાની યાત્રા થાય. વેપારમાં વધારો થાય.

(૮) જેઠ :- વેપારમાં ખૂબ જ સારી સફળતા મળે તેમ જ મિત્રવર્ગથી લાભ થાય. સ્થાવર મિલકતમાં લાભ થાય. સંતાનોની પ્રગતિ થાય.

(૯) અષાઢ :- આ સમય રાજકીય ક્ષેત્રે ખોટા આક્ષેપો આવે. સ્થાવર મિલકતમાં લોન પાસ થાય. પ્રવાસ ન કરવો. મિત્ર વર્ગથી વિશ્વાસ ન કરવો.

(૧૦) શ્રાવણ :- આ સમય વિદેશ યાત્રા માટે શુભ રહે. તમારા વારસાગત મિલકતના પ્રશ્ર્નો ઉકેલાય. આવકમાં વધારો થાય. આરોગ્ય અંગત સાચવવું.

(૧૧) ભાદરવો :- આ સમય તમારી લાંબી યાત્રા સફળ થાય. દરેક કાર્યોમાં યશ અને સફળતા મળે. રાજકીય ક્ષેત્રે ઉચ્ચપદ મળે. વાણી ઉપર સંયમ રાખવો.

(૧૨) આ સમય તમારા નાણાકીય કાર્યો ઉકેલાય. વિદેશથી ધન લાભ થાય. વેપારમાં વધારો થાય. સ્થાવર મિલકતના પ્રશ્ર્નો ઉકેલાય. નવી ગાડી-વાહન ખરીદી થાય.

આમ આ વર્ષે બધા જ સ્થિર ગ્રહો શુભ સ્થાનમાં તમારી રાશિથી છે જે વર્ષે દરમિયાન શુભ ફળ આપે છે. દરેક ક્ષેત્રમાં ધીરજ અને ચોકસાઈ તમારી હશે તો સરળતા અને સફળતાથી કાર્યોની પતાવટ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button