નેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

રાશિ ભવિષ્ય-વિક્રમ સંવત ૨૦૮૧: કર્ક

વિક્રમ સંવત – ૨૦૮૧ના આપ સૌને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. કારતક માસ શનિવાર તુલા/વૃશ્ચિક રાશિમાં ચંદ્ર પ્રવેશ કરે છે. જે ૨-૧૧-૨૦૨૪ના રોજ વર્ષ દરમિયાન સ્થિર ગ્રહો પ્રમાણે માર્ચ ૨૯-૩-૨૦૨૫ સવારે ૫ કલાક ૨૫ મિનિટે પૂર્વભાદ્રપ્રદ નક્ષત્રમાં શનિ ગ્રહ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ ગ્રહ ૧૪-૦૫-૨૦૨૫ના રોજ રાત્રે ૧૧ કલાકને ૨૪ મિનિટે મૃગશીર્ષ નક્ષત્રમાં મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે તારીખ ૨૦-૫-૨૦૨૫ સવારે ૬ કલાકને ૪૪ મિનિટે રાહુ કુંભ રાશિમાં વ્રકી ભ્રમણ-પૂર્વભાદ્રપ્રદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. કેતુ સિંહ રાશિમાં ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. અનલ નામ, સંવત્સરમાં અન્ય ગ્રહો પોતાની ગતિ મુજબ જ પરિભ્રમણ કરે છે.

The people of this zodiac sign will live like a king for the next two days.

કર્ક (ડ, હ)

આ વર્ષે સ્થિર ગ્રહો મુજબ રાહુ મીન રાશિમાંથી વક્રી કુંભમાં થાય અને કેતુ સિંહમાં આવશે જે તમારી રાશિથી આઠમા ભાવે રહેતા કષ્ટીમય સમય બતાવે છે. શનિ ગ્રહ આઠમા ભાવે પનોતીમાંથી અઢી વર્ષનો છુટકારો આપશે અને મીન રાશિમાં નવમા ભાવે આવતા શનિ તેના શુભ ફળ પ્રદાન કરશે. ગુરુ ગ્રહ અગિયારમાં ભુવનથી બારમાં ભાવે આવે જે મિશ્રફળદાયી રહેશે. જો જન્મના ગ્રહો વિદેશ યાત્રા માટે બળવાન હશે તો આ વર્ષે સાત સમુદ્ર પાર જઈ શકશો.

માનસિક અને શારીરિક સ્થિતિ : માનસિક શાંતિ હણાતી જાય. ખોટી ચિંતાઓ કરી તમે પોતે જવાબદાર હશો શરીરને રોગનું ઘર બનાવવામાં. માટે ખોટા વહેમ-શંકા, ખોટા નકારાત્મક વિચારોને ત્યાગી સમયને અનુસાર જે કાંઈ થાય છે તેમાં ઈશ્ર્વરની મરજી સમાયેલી સમજી મનોબળ વધારી સ્વસ્થ મનથી સંબંધોની તિરાડોમાં વાટા કરી બચાવી લેશે.

શારીરિક આરોગ્ય કથળે. તમારા આંખ – ગળાના – દાંતના રોગ થવાની શક્યતા બતાવે છે. હરસ – મસાની શસ્ત્રક્રિયા પણ થઈ શકે. શારીરિક આરોગ્ય મધ્યમ રહે. માનસિક વ્યગ્રતા રહ્યા કરે. માથાના દુ:ખાવાની ફરિયાદ રહ્યા કરે. આવી નાની બીમારીને પણ યોગ્ય ઉપચાર કરાવવો.

પારિવારિક : પરિવારમાં બધા જ સુખ-શાંતિથી રહેતા હશે પણ જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ ઉક્તિ પ્રમાણે તમારી નજરના દોષને દૂર કરવો યોગ્ય રહે. સહોદર સાથે અચાનક લાગણીના તાંતણા તૂટતા જાય. દામ્પત્યજીવનમાં ગેરસમજો ઊભી થાય. સંતાનો અર્થે અવરોધ અને વિલંબ બાદ પ્રગતિ જોવા મળે. સંતાનોથી વ્યાધિ થાય. વિવાહ યોગ્ય યુવાનો માટે હજી સમય શુભ નથી. વડીલોની મીઠી નજરમાં રહેશો. વાણીથી સંયમ રાખશો તો પરિવારમાં સંપની ભાવના જળવાશે.

નોકરી-વેપારી વર્ગ : નોકરિયાત વર્ગને જવાબદારી વધવાની સાથે ઉચ્ચ હોદ્દો પણ મેળવશો. તમારા બગડેલા સંબંધો નોકરીમાં સુધરે, ઉપરી અધિકારીથી લાભ થાય. નોકરીમાં બદલી થાય. સારી નોકરી મેળવવાની આશા ફળે. સરકારી નોકરિયાતને આ વર્ષ શ્રેષ્ઠ સાબિત થાય.

વેપારી વર્ગને સમય સાનુકૂળભર્યો રહે. તમારા નવા વેપારમાં પ્રગતિ જોઈ શકો. નવા કાયદાકીય પાલન કરવાથી વેપારમાં લાભ થાય. મોટો ઉદ્યોગ ચાલતો હશે તો વર્ષ દરમિયાન સરકારી દંડ કે કોર્ટના ધક્કા ના ખાવા પડે માટે સાવધાની રાખવી. સરકારી કાર્યોમાં કોઈ ગફલત રાખશો નહીં. વેપારીવર્ગને પોતાના કાર્ય પ્રત્યે ખેવના રાખવી અને આગળ વધવાના પ્રયત્નો ચાલુ જ રાખવા.

આર્થિક સ્થિતિ : ‘તરત દાન મહાફળ’ મુજબ આ વર્ષે દાન આપવાથી આવક અવળા માર્ગે નાણાં ખર્ચાય ન જાય તે લાભ થઈ શકે. બાકી આવક કરતા જાવક વધશે. ખૂબ જ મહેનત પ્રમાણે અલ્પ ધન મળે. ધનશ્રીને રીઝવવા પૂજા-મંત્ર કાર્ય કરી જવા અને જાવકનો રસ્તો બંધ થાય. બીમારી પાછળ ખોટા આકસ્મિક ખર્ચા વધી જાય. માંગલિક કાર્યો અને ધાર્મિક પ્રવાસ પાછળ ખર્ચ વધશે.

સ્થાવર સંપત્તિ સુખ: આ સમય તમારા નવા મકાનમાં રહેવાના સ્વપ્ન સાકાર થાય. જમીન-મકાનના કાર્યો પૂરા થાય. જૂના મકાનમાં રિનોવેશન કરાવી નવું સ્વરૂપ આપી શકશો. અને ભાડાના મકાનમાંથી પોતાના મકાનમાં જઈ શકશો. વાહન-ખરીદી થાય સારો સમય છે. તમારા ઉપર વિશ્ર્વકર્માભગવાનની કૃપા રહેશે આ વર્ષે.

પ્રવાસ : બારમા ભાવે ભાગ્યાધિપતિ હોવાથી તમારા લાંબા પ્રવાસનું આયોજન થાય. વિદેશ ફરવા જઈ શકશો. ધાર્મિક યાત્રા ઘણી જ થાય. નોકરીમાંથી યાત્રા થાય. યાત્રા દરમિયાન પડવા-વાગવાથી સાવધાની રાખવી.

શત્રુ-મિત્ર વર્ગ : કોર્ટના કાર્યોમાં સફળતા મળે. વર્ષોથી ચાલતા કેસની સુનાવણી તમારા તરફેણમાં આવે. નોકરીમાં કેસ હશે તો સમાધાનથી કાર્ય પતે. બૅંકના હપ્તા માટે લોન ચાલુ હોય તો કેસ અર્થે સાવધાની રાખવી. સરકારી કેસમાં ગુનેગાર સાબિત હશો તો દંડ/સજા ભોગવવા તૈયાર રહેવું પડે. જો જન્મના ગ્રહો જેલયોગ હશે તો આ વર્ષે બંધનયોગ થઈ શકે.

મિત્રો તમારા સારા સંબંધો જાળવી રાખવાના જ કામમાં રહેશે. નાણાકીય મદદ કે જામીન કે વિશ્ર્વાસપાત્ર રહેશે નહીં માટે મિત્રો સાથે છેટેથી સલામ ભરશો – જેથી સમાજમાં બદનામીથી બચી શકશો.

અભ્યાસ: અભ્યાસમાં સફળતા મળશે. ટૅક્નિકલ લાઈનમાં દાકતરી અભ્યાસમાં ખૂબ જ સારી સફળતા મળશે.

બાર મહિના પ્રમાણે ફળ:

(૧) કારતક : સ્થાવર મિલકતમાં રાચરચીલાવાળું વસાવશો. શૅર લોટરીથી લાભ થાય. નોકરીમાં સહકર્મચારી સાથે સમાધાન થાય.

(૨) માગશર : આ સમયે પેટના રોગ થાય. પાચનશક્તિમાં નાદુરસ્તી જણાય. વિવાહ યોગ્ય યુવાનો માટે શુભ સમય રહે.

(૩) પોષ : વેપારમાં લાભપ્રદ સમય રહે. જાહેર જીવનમાં ચડતી-પડતી રહ્યા કરે. સામાજિક ક્ષેત્રે યશ મેળવો.

(૪) મહા : નોકરિયાત વર્ગને નોકરી જોખમી ગણાય. ખોટા આક્ષેપોનો સામનો કરવો પડે. ભાગ્ય સાથ આપે. મિત્રવર્ગથી લાભ થાય. જો તમે સારા હશો તો નિર્દોષ છૂટી જશો.

(૫) ફાગણ : આ સમય વેપારમાં ભાગીદારથી લાભ થાય. નવા મોટા પાયે સાહસ ઠરવાથી લાભ થાય. નાણાંભીડ દૂર થાય. નાની યાત્રા સુખદ રહે.

(૬) ચૈત્ર: આ સમય વેપાર વૃદ્ધિ સાથે પ્રતિષ્ઠા નામના પણ મેળવશો. મિત્રવર્ગથી લાભ થાય. ભાગીદાર સાથે વિવાહ થાય.

(૭) વૈશાખ : આ સમય શૅર-લોટરીથી લાભ થાય. દામ્પત્યજીવનમાં સંવાદિતતા જળવાય. પરિવારમાં આવકમાં વધારા સાથે ખર્ચા વધશે.

(૮) જેઠ : આ સમય વેપારમાં ઉન્નતિ થાય સાથે હરીફો સામે વિજય મેળવો. અભ્યાસ કરનારને સફળતા મળે. મિત્રવર્ગથી લાભ થાય. સ્થાવર મિલકતમાં વધારો થાય.

(૯) અષાઢ : આ સમય તમારા પરિવારની જવાબદારી વધશે, આવક કરતા ખર્ચ વધશે. દામ્પત્યજીવનમાં વિખવાદ થાય. વેપાર-નોકરીમાં લાભપ્રદ સમય રહે.

(૧૦) શ્રાવણ : આ સમય પરિવારથી વિયોગ થાય. આવક વધે. સરકારી નાણાકીય લાભ થાય અને નાની યાત્રા થાય. વેપારમાં વૃદ્ધિ જોઈ શકો.

(૧૧) ભાદરવો : આ સમય સુખ-શાંતિ જળવાય. મોજશોખ મનોરંજન પાછળ સમય વ્યતિત થાય. દામ્પત્યજીવનમાં મધુરતા રહે. વેપારમાં વધારો થાય.

(૧૨) આસો : આ સમય આરોગ્ય અંગે કાળજી લેવી. મિત્રવર્ગથી લાભ થાય. નોકરીમાં ઉચ્ચપદ મળે. નાની યાત્રા સફળ થાય.

આ સમય તમારા માટે વેપાર વૃદ્ધિકર્તા અને યશ પ્રતિષ્ઠા અપનાવનાર બનશો. તમારા સાહસભર્યા કાર્યો કરનાર બનશો. વિદેશ યાત્રા માટે શ્રેષ્ઠ સમય રહે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button