પછી કહેતા નહીં કે નહોતું કીધું…..આજે રાતે આકાશમાં જોવા મળશે અદભૂત નજારો
આજે માત્ર રક્ષાબંધન કે શ્રાવણનો સોમવાર જ નથી, પરંતુ આજે અવકાશમાં એક અલગ જ નજારો જોવા મળશે. આજે રાતે આકાશમાં 30 ટકા વધુ ચંદ્રપ્રકાશ જોવા મળશે. ચંદ્ર આજે 14 ટકા મોટો દેખાશે. મતલબ કે આજે આકાશમાં ચંદ્ર નહીં, પણ સુપરમૂન દેખાશે. બ્લુ સુપરમૂન. તેને સ્ટર્જન સુપરમૂન પણ કહેવામાં આવે છે. આ દિવસોમાં, મૂળ અમેરિકન વિસ્તાર, ગ્રેટ લેક્સમાં સ્ટર્જન માછલીઓ જોવા મળે છે. તેથી, આ સમયે ઉદભવતા પૂર્ણ ચંદ્રને સ્ટર્જન નામ આપવામાં આવ્યું છે. કેટલીક જગ્યાએ તેને ગ્રેન વાઇલ્ડ રાઇસ મૂન પણ કહેવામાં આવે છે.
આ વર્ષે રક્ષાબંધન ભારતમાં સુપર બ્લુ મૂન સાથે આવી છે. આજથી આગામી ત્રણ રાત સુધી ચંદ્રની ચમક તમને મંત્રમુગ્ધ કરશે. નાસાના જણાવ્યા અનુસાર, ‘સુપર બ્લુ મૂન’ 19 ઓગસ્ટથી વિશ્વના તમામ ભાગોમાં દેખાશે.
પૂર્ણ ચંદ્ર અથવા સીઝનમાં ત્રીજા પૂર્ણ ચંદ્રને સુપર બ્લુ મૂન કહેવામાં આવે છે. જ્યારે સુપરમૂન અને બ્લુ મૂન ચક્ર એક સાથે આવે છે ત્યારે સુપર બ્લુ મૂન થાય છે. આ સમય દરમિયાન, ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે.
આ સુપરમૂન પૃથ્વીથી લગભગ 225,288 માઇલ દૂર હશે. તેને જોવા માટે કોઈ ખાસ સાધનોની જરૂર નથી. તમે મોબાઈલ કે કેમેરાની મદદથી આ દુર્લભ નજારાનો ફોટો પણ લઈ શકો છો. નાસાના જણાવ્યા અનુસાર, સિઝનલ બ્લુ મૂન દર બેથી ત્રણ વર્ષમાં એક વખત આવે છે.
તમને વિચાર આવતો હશે કે સુપર મૂન શું છે. તો ચાલો આપણે જાણીએ.
જ્યારે ચંદ્ર પૃથ્વીની નજીક આવે છે, ત્યારે તેનું કદ 12 થી 14 ટકા મોટું દેખાય છે. સામાન્ય રીતે પૃથ્વીથી ચંદ્રનું અંતર 406,300 કિમી છે, પરંતુ જ્યારે આ અંતર ઘટીને 356,700 કિમી થઈ જાય છે ત્યારે ચંદ્ર મોટો દેખાય છે. તેથી જ તેને સુપરમૂન કહેવામાં આવે છે. આ સમયે, ચંદ્ર તેની ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરતી વખતે પૃથ્વીની નજીક આવે છે. કારણ કે ચંદ્ર પૃથ્વીની આસપાસ ગોળાકાર ગતિમાં ફરતો નથી. તે લંબગોળ ભ્રમણકક્ષામાં ફરે છે. આવી સ્થિતિમાં તે પૃથ્વીની નજીક આવે છે ત્યારે તેની ચમક પણ વધે છે.