એક સાથે બનશે ચાર રાજયોગ, ત્રણ રાશિના જાતકો જીવશે રાજા જેવું જીવન…
વૈદિક જ્યોતિષ અનુસાર આવતીકાલથી શરૂ થઈ રહેલો ઓક્ટોબર મહિનો ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે, કારણ કે આ જ મહિનામાં એક-બે નહીં ચાર-ચાર રાજયોગ બની રહ્યા છે. આ કારણે અમુક રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કયા છે આ રાજયોગ અને કઈ રાશિના જાતકો માટે આ તે લાભદાયી રહેશે.
મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર શનિ નક્ષત્ર પરિવર્તન કરશે, ગુરુ વક્રી થશે, સૂર્યસ બુધ અને શુક્ર એમ ત્રણેય ગ્રહ રાશિ પરિવર્તન કરશે. આ તમામ ગ્રહોની બદલાતી ચાલથી ઓક્ટોબરમાં ચાર રાજયોગ બનશે. કુંભ રાશિમાં વક્રી શનિ શશ રાજયોગ બનાવી રહ્યો છે. ધન, વેપાર અને વાણીના દાતા બુધ ભદ્ર રાજયોગ બનાવશે, શુક્ર માલવ્ય રાજ યોગ તેમ જ લક્ષ્મી નારાયણ બનાવી રહ્યા છે. એક સાથે આટલા રાજયોગ બનવાને કારણે અમુક રાશિના જાતકોની લોટલી લાગી શકે છે. પરંતુ તેમ છતાં ત્રણ રાશિઓ એવી છે કે જેમને આ સમયે છપ્પરફાડ લાભ થશે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ…
વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે ઓક્ટોબર ખૂબ જ શુભ રહેશે. આ રાશિના જાતકોને કરિયર અને કારોબારમાં કોઈ મોટી સફળતા મળશે. આકસ્મિક ધનલાભ થશે. એકથી વધુ સ્રોતમાંથી આવક થશે. પ્રમોશન વગેરે મળશે. લાંબા સમયથી કોઈ અધૂરી ઈચ્છા પૂરી થશે. પૈસા કમાવવા અને બચાવવામાં પણ સફળતા મળશે.
સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે પણ ઓક્ટોબર મહિનો ખૂબ જ શુભ રહેશે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. નવી નોકરી મળી શકે છે. કરિયરમાં સારી સારી ઓપર્ચ્યુનિટી મળશે. કોઈ જૂની સમસ્યા દૂર થશે. ટાર્ગેટ પૂરા કરશો. આવકમાં વૃદ્ધિ થશે.
આ પણ વાંચો : આજનું રાશિફળ (30-09-2024): વૃષભ, કર્ક અને સિંહ રાશિના જાતકોને આજે મળશે Good News… જાણો શું છે બાકીની રાશિના હાલ?
તુલાઃ
તુલા રાશિના જાતકો માટે ઓક્ટોબર મહિનામાં બની રહેલાં ચાર-ચાર રાજયોગ તુલા રાશિના જાતકોને બંપર લાભ કરાવશે. માલવ્ય રાજયોગ તુલા રાશિમાં જ બને છે. આ રાશિના જાતકોને કોઈ સારા સમાચાર મળશે. પ્રોપર્ટી વગેરે ખરીદશો. જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થશે. નોકરી શોધી રહેલાં લોકો નોકરી મળશે.