રેપ કેસમાં જેલભેગા થયેલા AAPના ધારાસભ્ય ફરાર થઈ ગયા, કેજરીવાલ સામે પડેલા મેદાને...
નેશનલ

રેપ કેસમાં જેલભેગા થયેલા AAPના ધારાસભ્ય ફરાર થઈ ગયા, કેજરીવાલ સામે પડેલા મેદાને…

પટિયાલા : પંજાબમાં આપના કન્વીનર અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ મેદાને પડેલા રેપ કેસના આરોપી ધારાસભ્ય જેલમાંથી ફરાર થયા છે. પંજાબના સનોરના ધારાસભ્ય હરમીત સિંહ પઠાન માજરા પોલીસ કસ્ટડીથી ફરાર થયા છે.

રેપ કેસમાં ધરપકડ બાદ સ્થાનિક પોલીસ સ્ટેશને લઈ જતા ધારાસભ્યના સાથીદારોએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. જેમાં એક પોલીસ કર્મી ઘાયલ થયો છે. જયારે એક પોલીસ કર્મી પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કરીને ધારાસભ્ય અને સાથીઓ બે કારમાં ભાગી છુટયા હતા.

જેમાંથી એક કાર ઝડપાઈ છે. જયારે બીજી એક કારમાં હરમીત સિંહ પઠાનમાજરા ફરાર થયા છે. પોલીસે તેમનો પીછો કરી રહી છે.

હરમીત સિંહની હરિયાણાના કુરુક્ષેત્રથી ધરપકડ કરી હતી
આ અંગે મળતી માહિતી મુજબ હરમીત સિંહ પઠાન માજરાની તેમની પૂર્વ પત્નીની ફરિયાદ પર રેપ કેસના જુના કેસમાં કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંગે પટિયાલા સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

પંજાબ પોલીસે ધારાસભ્ય હરમીત સિંહની હરિયાણાના કુરુક્ષેત્રથી ધરપકડ કરી હતી. તેની બાદ સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ જતા સમયે ધારાસભ્યના સાથીદારોએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં એક પોલીસ કર્મી ઘાયલ થયો છે.

પોલીસે શોધખોળ હાથ ધરી
પંજાબમાં આપના ધારાસભ્ય હરમીત સિંહ પઠાન માજરાએ હાલમાં જ પુર રાહત પર સરકારની ટીકા કરી હતી. તેની બાદ તેમની સુરક્ષા હટાવી લેવામાં આવી હતી. જયારે પોલીસે આ કેસમાં તેમના ફરાર થયા બાદ કેસ દાખલ કરીને શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો…દિલ્હી AAP નેતાના ઘરે EDના દરોડા! આ કથિત કૌભાંડ મામલે કાર્યવાહી

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button