દુષ્કર્મ કેસમાં બૃજ્ભૂષણ શરણસિંહ બોલ્યા-ભૂલ નથી કરી,ટ્રાયલનો કરીશ સામનો
મહિલા પહેલવાનોના દુષ્કર્મ કેસમાં આરોપી ભારતીય કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ બૃજ્ભૂષણ શરણસિંહએ ટ્રાયલનો સામનો કરવાની વાત કરી. ભાજપ નેતા બૃજ્ભૂષણએ મંગલવારે કહ્યું કે, તેઓએ કોઈ ભૂલ નથી કરી અને આ કેસમાં ટ્રાયલનો સામનો કરવા તૈયાર છે.
ડબલ્યુએફઆઇના પૂર્વ ચીફે કહ્યું ‘કેસમાં હજુ ચાર્જ ફ્રેમ થયો છે. તેને કોરટમાં સાબિત કરવાનો છે કે તેઓએ શું કહ્યું છે અને તેના શું પૂરાવા છે’ તેઓએ દાવો કરતાં કહ્યું કે, મારી પાસે નિર્દોષ હોવાના પૂરા પૂરાવા છે.
બૃજ્ભૂષણએ ભૂલ માનવાનો ભણ્યો નનૈયો
બૃજ્ભૂષણસિંહ એ પોતાની ભૂલ માનવાનો ઇનકાર કરતાં કહ્યું કે, જ્યારે ભૂલ કરી જ નથી તો માનવાનો સવાલ જ નથી. બૃજ્ભૂષણસિંહે મહિલા પહેલવાનોના દૂષકર્મ કેસમાં કોર્ટ તરફથી ઠરાવાયેલા આરોપને સ્વીકારવા ના પાડી દીધી.
સહયોગી વિનોદ તોમર પણ કરશે ટ્રાયલનો સામનો
મહિલા પહેલવાનોના દુષ્કર્મ કેસમાં બૃજ્ભૂષણસિંહના સહયોગી વિનોદ તોમર પણ ટ્રાયલનો સામનો કરશે. બૃજ્ભૂષણના સહયોગી વિનોદ તોમરએ પણ પોતાની પર લગાવાયેલા આરોપોને નકાર્યા છે. વિનોદ તોમરે કહ્યું અમારી પાસે પુરાવા છે.
તોમરે વધુમાં કહ્યું કે, જો દિલ્લી પોલીસ યોગ રીતે તપાસ કરતી તો સચ્ચાઈ સામે આવી જતી. તેમણે કહ્યું અમે ક્યારેય કોઈને ઘરે નથી બોલાવ્યા અમારી પાસે પૂરાવા છે.તેમણે કહ્યું જે સચ્ચાઈ હશે તે સામે આવી જ જશે.
દિલ્લી પોલીસના કેન્સલેશન રિપોર્ટ પર 27 જૂલાઈએ કોર્ટનો ચુકાદો
ઉલ્લેખનીય છે કે, બૃજ્ભૂષણ શરણસિંહ સામે પોકસો કેસમાં આવેલી દિલ્લી પોલીસના કેન્સલેશન રિપોર્ટ પર એક દિવસ પહેલા એટલે 20 મે એ ચુકાદો ટળી ગયો. હવે આ કેસમાં પટિયાલા હાઉસની પોકસો કોર્ટ 27 જૂલાઈએ ચુકાદો સંભળાવશે.
મહિલા પહેલવાનોના દુષ્કર્મ કેસમાં પીડિતા સગીર યુવતીએ નિવેદન પરત ખેંચ્યા બાદ દિલ્લી પોલીસએ કોર્ટમાં કેન્સલેશન રિપોર્ટ દાખલ કર્યો છે. દિલ્લી પોલીસ તરફથી દાખલ કેન્સલેશન રિપોર્ટ પર સગીર પહેલવાન તરફથી કોઈ વિરોધ કરવામાં નથી આવ્યો.