વિવાદીત મજાક બાદ ધરપકડના ડરે રણવીર અલાહબાદિયા સુપ્રીમ કોર્ટના શરણે

બીયરબાઇસેપ્સના નામે જાણીતા યુટ્યુબર રણવીર અલાહબાદિયા હાલમાં સમય રૈનાના ‘ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટ’ શો પર તેમની વિવાદીત મજાક બાદ કાનૂની દાવપેચમાં ફસાયા છે. માતા-પિતા પર અશ્લીલ ટિપ્પણી કરવી તેમને ભારે પડી છે. તેમની સામે દેશભરમાં એફઆઇઆર નોંધાઇ છે. દરમિયાન દેશભરમાં થયેલી એફઆઇઆર બાદ ધરપકડ થવાના ડરે રણવીર અલાહબાદિયાએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે, જેમાં’ ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટ શોમાં કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓ ઉપર તેમની સામે નોંધાયેલી એફઆઇઆરને એક સાથે જોડવાની માગણી કરવામાં આવી છે. આ સાથે તેમણે આગોતરા જામીનની પણ વિનંતી કરી છે. દરમિયાન સમય રૈનાએ youtube ચેનલ પરથી ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટના બધા જ એપિસોડ દૂર કર્યા છે.
વિવાદ શું છે ?:-
વાયરલ થયેલા વીડિયોમાં રણવીર અલાહબાદિયા એક સ્પર્ધકને પૂછતો સંભળાય છે કે શું તમે તમારા માતા-પિતાને તમારા બાકીના જીવન માટે સેક્સ કરતા જોશો કે પછી તમે એક વાર ખુદ સેક્સ કરવાનો અનુભવ લેવા માંગશો. તેની આ કોમેન્ટ બાદ દેશભરમાં ભારે વિવાદ થતા રણવીર અલાહબાદિયાએ માફી માંગી લીધી હતી અને પોતાની ભૂલ સ્વીકારી હતી.
Also read: રણબીર ઈલાહાબાદીએ એકઠી કરી આટલી સંપત્તિ, પણ એક ભૂલે ફજેતી કરી નાખી
અત્યાર સુધી સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી માટે કોઈ ચોક્કસ તારીખ નક્કી કરી નથી, પરંતુ આ કેસ મહત્વનો છે અને ઓનલાઇન સામગ્રી બનાવતા નિર્માતાઓ અને જાહેર હસ્તીઓએ સમાજ માટે કેવું કન્ટેન્ટ ક્રિએટ કરવું જોઈએ, તેની માર્ગદર્શિકા ઘડવામાં એક મિસાલરૂપ કેસ બની શકે છે.