નેશનલસ્પોર્ટસ

મોહમ્મદ શમીને વિકેટ ન મળી, પણ નાનો ભાઈ એક વિકેટ લેવામાં સફળ…

રણજી ટ્રોફીમાં મુંબઈ સામે સર્વિસીઝના છ વિકેટે 192 રનઃ સૌરાષ્ટ્રનો હાર્વિક સદી ચૂક્યો, પણ ચિરાગ 153 રને નૉટઆઉટ

ઇન્દોરઃ રણજી ટ્રોફીના ચાર દિવસીય મૅચના નવા રાઉન્ડમાં અહીં બુધવારે બેંગાલની ટીમ શાહબાઝ અહમદના 92 રનની મદદથી બનેલા 228 રનના સાધારણ સ્કોર પર ઑલઆઉટ થઈ ગયું હતું અને ત્યાર બાદ મધ્ય પ્રદેશે એક વિકેટે 103 રન બનાવ્યા હતા. રજત પાટીદાર 41 રન પર અને ઓપનર સુભ્રાંશુ સેનાપતી 44 રને રમી રહ્યો હતો. આ પહેલા દિવસની રમતની વિશેષતા એ હતી કે મોહમ્મદ શમી એક વર્ષે પાછો મેદાન પર આવ્યા બાદ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો, પણ તેના નાના ભાઈ મોહમ્મદ કૈફને એક વિકેટ મળી હતી.

આ પણ વાંચો : Parthiv Patel બન્યો ગુજરાત ટાઈટન્સનો બેટિંગ કોચ અને આસિસ્ટન્ટ

34 વર્ષનો મોહમ્મદ શમી રાઇટ-આર્મ ફાસ્ટ બોલર છે, જ્યારે 27 વર્ષનો મોહમ્મદ કૈફ રાઇટ-આર્મ મિડિયમ ફાસ્ટ બોલર છે. તેઓ બેંગાલ વતી રમે છે. મધ્ય પ્રદેશે 103 રનમાં જે એકમાત્ર વિકેટ ગુમાવી કૈફે લીધી હતી. તેણે વિકેટકીપર હિમાંશુ મંત્રીને એલબીડબ્લ્યૂ કર્યો હતો.

મોહમ્મદ શમી છેલ્લે 2023ના વન-ડેના વર્લ્ડ કપમાં રમ્યો હતો. તે ઈજા અને સર્જરી બાદ ફિટનેસની સમસ્યાને કારણે વહેલો રમવા નહોતો આવી શક્યો. જોકે હવે રણજી ટ્રોફીમાં તે ફરી ફિટ થઈ શક્યો છે કે નહીં એ નક્કી થશે.
એ પહેલાં, બેંગાલનો પીઢ વિકેટકીપર વૃદ્ધિમાન સાહા (10) સારું રમવામાં નિષ્ફળ રહ્યો હતો.

આ પણ વાંચો : બીસીસીઆઇએ ઑસ્ટ્રેલિયન ટૂર માટે ટીમ ઇન્ડિયાની નવી ટ્રેઇનિંગ કિટ ગૂપચૂપ લૉન્ચ કરી!

અન્ય મૅચોમાં શું બન્યું?

(1) નવી દિલ્હીમાં મુંબઈ સામે સર્વિસીઝે પહેલા દિવસે પ્રથમ દાવમાં છ વિકેટે 192 રન બનાવ્યા હતા જેમાં વિકેટકીપર મોહિત આહલાવતના 76 રન હતા. મુંબઈ હતી મોહિત અવસ્થીએ સૌથી વધુ બે વિકેટ તેમ જ શાર્દુલ ઠાકુર, શમ્સ મુલાની, મોહમ્મદ ખાન અને હિમાંશુ સિંહે એક-એક વિકેટ લીધી હતી.

(2) વડોદરામાં બરોડાના મહેશ પીઠિયાની છ વિકેટને લીધે મેઘાલયની ટીમ ફક્ત 103 રનમાં આઉટ થઈ ગઈ હતી અને પછી બરોડાએ ઓપનર જ્યોત્સનીલ સિંહના 121 રન તથા શાશ્વત રાવતના અણનમ 90 રનની મદદથી છ વિકેટે 308 રન થયા હતા અને પહેલા જ દિવસે બરોડાની ટીમે 205 રનની સરસાઈ લઈ લીધી હતી.

(3) નાગપુરમાં 2023ની સીઝનના રનર-અપ વિદર્ભ સામે ગુજરાતે પ્રિયાંક પંચાલના 88 રન તેમ જ ખાસ કરીને વિશાલ જયસ્વાલના 110 નૉટઆઉટની મદદથી છ વિકેટે 281 રન બનાવ્યા હતા. કૅપ્ટન ચિંતન ગજા 43 રને રમી રહ્યો હતો.

(4) ચંડીગઢમાં સૌરાષ્ટ્રએ ચંડીગઢ સામે પ્રથમ દાવમાં બે વિકેટે 299 રન બનાવ્યા હતા. ઓપનર હાર્વિક દેસાઈ 99 રને વિકેટ ગુમાવી બેઠો હતો. તેને સ્પિનર નિશુંક બિરલાએ સ્ટમ્પ-આઉટ કરાવ્યો હતો. જોકે ચિરાગ જાની 153 રને રમી રહ્યો હતો અને વધુ એક ડબલ સેન્ચુરી પોતાના નામે કરવાની દિશામાં આગળ વધી રહ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker