ઝારખંડના રાંચીથી રૂ. 660 કરોડના પ્રોજેક્ટને લીલી ઝંડી
રાંચી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઝારખંડના રાંચીથી રૂ. 660 કરોડના વિવિધ પ્રોજેક્ટને લીલી ઝંડી દાખવી હતી. જેમાં દેવઘર જિલ્લાના મધુપુર બાયપાસ લાઈન અને ઝારીબાગ ટાઉન કોચિંગ ડેપોના શિલાન્યાસનો સમાવેશ થતો હતો. આ ડેપોમાંથી નવી ટ્રેનો અને સેવાઓ શરૂ થશે એ લાભદાયક નીવડશે, એમ વડા પ્રધાને કહ્યું હતું.
બોન્ડામુંડા-રાંચી સિંગલ લાઈન સેક્શનના એક ભાગ કુરકુરા-કાનારાવ લાઈનના ડબલિંગને તેમ જ રાંચી, મુરી અને ચંદ્રપુરા સ્ટેશન થઈને રૌરકેલા-ગોમોહ રૂટને દેશને સમર્પિત કર્યો હતો.
આ પણ વાંચો : બાંગ્લાદેશી, રોહિંગ્યાની ઘૂસણખોરી ઝારખંડ સામેનું મોટું સંકટ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી
આ પ્રોજેક્ટને કારણે માલસામાન અને પ્રવાસીઓના વહનની અવરજવરમાં વધારો થશે. આ ઉપરાંત વડા પ્રધાને ચાર રોડ અંડર બ્રિજ પણ શરૂ કર્યા હતા.
રેલવે લાઈનો બિછાવવાનું કામ, ડબલિંગનું કામ અને રેલવે સ્ટેશનો પર આધુનિક સુવિધા વિકસાવવાના કામ ઝડપથી ચાલી રહ્યા છે એમ તેમણે કહ્યું હતું.