નેશનલમનોરંજન

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ હવે આ વાતનો પસ્તાવો થઈ રહ્યો છે Ranbir Kapoorને…

22મી જાન્યુઆરીના ઉત્સાહ અને ઉમંગથી ભરપૂર માહોલ વચ્ચે રામ લલ્લા પોતાના મંદિરમાં બિરાજમાન થયા. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને બોલીવૂડના સેલેબ્સને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આ આમંત્રિતો મહેમાનોમાંથી જ એક હતા બી-ટાઉનનું મોસ્ટ એડોરેબલ કપલ રાણબીર કપૂર અને આલિયા ભટ્ટ. હવે રણબીર કપૂરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપ્યા બાદ તેને કોઈ વાતને લઈને પસ્તાવો થઈ રહ્યો હોવાનું નિવેદન આપીને લોકોને ચોંકાવી દીધા છે.

વાત જાણે એમ છે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ અયોધ્યા ખાતે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા પહોંચ્યા હતા અને હવે એક ઈન્ટરવ્યુ દરમિયાન રણબીર કપૂરે પોતાને થઈ રહેલાં પસ્તાવા વિશે વાત કરી હતી. રણબીરે ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું અહીંયા આવીને ખૂબ જ ખુશ છું અને ભાગ્યશાળી હોવાનું અનુભવી રહ્યો છું. પણ મને અફસોસ છે કે હું મારી દીકરી રાહા કપૂરને મારી સાથે લાવી શક્યો નહીં અને મને આ વાતનો હવે ખૂબ પસ્તાવો થઈ રહ્યો છે.

આગળ રણબીરે એવું પણ કહ્યું હતું કે જે રીતે હું આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો છું એ જ રીતે જો રાહાને પણ હું આ ઐતિહાસિક ક્ષણનો હિસ્સો બનાવી શક્યો હોત તો મને ખૂબ જ ગમ્યું હોત. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ટ્રેડિશનન આઉટફિટ્સ પહેરીને પહોંચ્યા હતા અને તેમણે લાઈમલાઈટ ચોરી લીધી હતી. એમાં પણ ખાસ કરીને આલિયાની સાડીની ચર્ચા તો સોશિયલ મીડિયા પર થઈ રહી છે. અહીંયા તમારી જાણ માટે આલિયા ખાસ રામાયણના પ્રસંગોની ઝાંખી કરાવતી બોર્ડરવાળી સાડી પહેરીને કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આ સિવાય રણબીર કપૂરનો પણ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાના મોબાઈલ ફોન સાથે કંઈક કરતો જોવા મળી રહ્યો છે. નેટિઝન્સ દ્વારા એવો દાવો કરાઈ રહ્યો છે કે રણબીર પાછળ બેઠેલી પોતાની એક્સ ગર્લફ્રેન્ડ કેટરિના કૈફ સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને એ માટે તેને ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી ફરવા માટે બેસ્ટ છે ગુજરાતના આ પાંચ વેકેશન ડેસ્ટિનેશન… એક વખત જશો તો… પોતાની માતાની સાડી અને દાગીના પહેરીને દુલ્હન બની છે આ સેલિબ્રિટીઝ આ રીતે ઘરે જ બનાવો ઑર્ગેનિક કાજલ