…ભડકેલી ભેંસે મચાવ્યો કોહરામ, જુઓ વીડિયો વાઈરલ

કોચી: રસ્તા પર રખડતા પ્રાણીઓ દ્વારા લોકો પર હિંસક હુમલો કરવાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર આવે છે અને આપણે સમાચારમાં પણ સાંભળીએ છીએ. મોટે ભાગે શાંત સ્વભાવની ગણાતી ભેંસે રસ્તા પરના વાહનો અને લોકો પર હુમલો કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે.
ભારતમાં ગાય, ભેંસ અને આખલાનું રસ્તા પર જોવાની બાબત સામાન્ય છે. જોકે અનેક વખત આ પ્રાણીઓ ગુસ્સે ભરાતા લોકો પર હુમલો કરી તેમને ગંભીર રીતે જખમી કરી દે છે. તાજેતરમાં આવી જ એક ઘટના કેરળના કોચીમાં બની હતી, જેમાં ભેંસ ભડકતા એક સ્કૂટરચાલકને શિંગડે ચડાવ્યો હતો, જ્યારે તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા વાઈરલ થયો હતો.
આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે રસ્તા પર એક ભેંસ અચાનકથી રસ્તા પર આવી રહેલા એક બાઇકસવાર પર હુમલો કરવા દોડી રહી છે. ભેંસના આ હુમલો આટલો જોરદાર હતો કે બાઇક સવાર બાઇક જમીન પર પડી જાય છે. આ વ્યક્તિને બચાવવા માટે જ્યારે બીજા લોકો ત્યાં આવે છે ત્યારે ભેંસ આ તેમના પર પણ હુમલો કરવા દોડતી દેખાઈ રહી છે.
ભેંસનો લોકો પર આ રીતે હુમલો કરવાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને જોઈને લોકોએ રસ્તા પર ભટકતા પ્રાણીઓ દ્વારા લોકો અને વાહનો પર હુમલો કરવાની ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે પ્રશાસન પર આવા જાનવરોથી લોકોના જીવને જોખમ છે, જેથી તેમને પકડવામાં આવે એવી અપીલ પણ કરી છે.