Rammandir: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય યજમાન વિશે જાણો છો ?
અયોધ્યાઃ અયોધ્યા ધામ ખાતે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા વિવિધ વિધિઓ અને કાર્યક્રમોની શરૂઆત થઈ ગઈ છે. અહીં 22 જાન્યુઆરી પહેલા એક અઠવાડિયા સુધી અહીં ધાર્મિક કાર્યો થઈ રહ્યા છે. આ ધાર્મિક કાર્યોમાં જે મુખ્ય યજમાન બન્યા છે, તેમના વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આ દંપતી જે યજ્ઞ કે પૂજાવિધિમાં સામેલ છે તેમનું નામ છે ડૉ. અનિલ મિશ્રા અને તેમની પત્ની ઉષા મિશ્રા. તેઓ તમામ ધાર્મિક વિધિઓના મુખ્ય યજમાન છે. આ વિધિઓ અહીં મંગળવારથી શરૂ થઈ ગઈ છે. આ વિધિ કરાવનાર પૂજારી વારાણસીના લક્ષ્મીકાંત દિક્ષિત છે, જે તમામ પૂજારીઓના હેડ છે.
અનિલ મિશ્રા સરકાર દ્વારા બનાવવામાં આવેલા રામજન્મભુમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય છે.
તેઓ ઉત્તર પ્રદેશના આંબેડકર નગર જિલ્લામાં જન્મેલા ડો. મિશ્રા અયોધ્યાના રહેવાસી છે. ડૉ. મિશ્રા અહીં ચાર દાયકાથી હોમિયોપેથિક ક્લિનિક ચલાવે છે.
તેઓ ઉત્તર પ્રદેશ સરકારની નોકરીમાંથી બે વર્ષ પહેલા જ નિવૃત થયા છે. તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના સક્રિય સભ્ય છે અને કટોકટીનો તેમણે વિરોધ નોંધાવ્યો હતો.
આ સાથે તેમણે રામ મંદિર માટેના આંદોલનમાં પણ ભાગ લીધો હતો.
મંગળવારથી શરૂ થયેલી પૂજા પહેલા તેમણે સરયુ નદીમાં સ્નાન કર્યું હતું. ત્યારબાદ તેમણે પ્રાશ્ચિતા, સંકલ્પ અને કર્મકુટી પૂજા કરી હતી. આજે તેમણે કલશ પૂજા કરી હતી.