નેશનલ

મને મંદિર નથી જવા દેતાઃ જાણો ક્યા કૉંગ્રેસી નેતાઓ કાઢ્યો બળાપો

ગુવાહાટીઃ આસામના નાગાંવમાં પોલીસ પ્રશાસને રાહુલ ગાંધીને વૈષ્ણવ સંત શંકરદેવના જન્મસ્થળની મુલાકાત લેતા અટકાવ્યા હોવાના અહેવાલો છે. કૉંગ્રેસ નેતા પોતાની ન્યાય યાત્રા દરમિયાન આસામ પહોંચ્યા હતા અને અહીં તેમણે ગઈકાલે પણ અવરોધો ઊભા કરવામાં આવતા હોવાના આક્ષેપો કર્યા હતા. આજે તેમમે ફરી બલાપો કાઢ્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા પર છે.

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હાલ આસામના નાગાંવ જિલ્લામાં છે. આસામના વૈષ્ણવ સંત શંકરદેવનું જન્મસ્થળ પણ નાગાંવ જિલ્લામાં છે. આજે રાહુલ ગાંધી વૈષ્ણવ સંત શંકરદેવના જન્મસ્થળ બર્દોવાની મુલાકાત લેવાના હતા. હવે રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે પહેલા પરવાનગી આપવામાં આવી હતી પરંતુ હવે તેમને મંદિર જતા રોકવામાં આવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે પહેલા પ્રશાસને તેમને મંદિર જવાની પરવાનગી આપી હતી પરંતુ આજે તેઓ ના પાડી રહ્યા છે. તેણે એમ પણ કહ્યું છે કે હું અહીં છું અને માત્ર હાથ જોડવા જવા માંગુ છું. તેમનું નામ લીધા વિના તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો અને કહ્યું કે આજે લાગે છે કે મંદિરમાં ફક્ત એક જ માણસને જવાની મંજૂરી છે. મંદિર જવા નીકળેલા રાહુલ ગાંધીની પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ સાથે પણ બોલાચાલી થઈ હતી. અધિકારીઓએ રાહુલ ગાંધીને કહ્યું કે અમે તમને બપોરે 3 વાગ્યા પછી જવા દઈશું.


મળતી માહિતી અનુસાર સ્થાનિક સાંસદો અને ધારાસભ્યોને શંકરદેવના મઠમાં જવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ રાહુલ ગાંધીને જવા દેવાયા નથી.


આસામના મુખ્ય પ્રધાન હિમંતા વિશ્વ સરમાએ એક દિવસ પહેલા કહ્યું હતું કે રાહુલ ગાંધીએ શંકરદેવના જન્મસ્થળની મુલાકાત ટાળવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે ભગવાન રામ અને મધ્યયુગીન વૈષ્ણવ સંત જે રાજ્યના પ્રતિક તરીકે સ્થાપિત થયા હતા તેમની વચ્ચે કોઈ સ્પર્ધા ન હોઈ શકે. રાહુલ ગાંધીને ન જવાની અપીલ કરતા તેમણે એમ પણ કહ્યું હતું કે આનાથી આસામની ખોટી છબી ઉભી થશે. જોકે કોંગ્રેસના નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે રાહુલ ગાંધી પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ વૈષ્ણવ મઠની મુલાકાત લેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત