નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીને મુદ્દે રાજકીય પક્ષો સક્રિય થયા છે. રાજકીય પક્ષોએ હવે એકબીજા પર આક્ષેપ બાજી શરૂ કરી છે. ત્યારે ભાજપના ઉમેદવારે કરેલા નિવેદને વિવાદ સર્જ્યો છે. જેમાં દિલ્હીની કાલકાજી વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રમેશ બિધુરીએ કોંગ્રેસના મહાસચિવ અને સાંસદ પ્રિયંકા ગાંધી બાબતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમજ બિધુરીના આ નિવેદન પર કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસે રમેશ બિધુરીના નિવેદનને મહિલા વિરોધી ગણાવ્યું હતું.
આ પણ વાંચો : કોંગ્રેસ અને ભાજપમાં શું તફાવત છે? રાહુલ ગાંધીએ IIT વિદ્યાર્થીઓના પ્રશ્નોના આવા જવાબ આપ્યા
ભાજપ મહિલા વિરોધી
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે ‘X’ પર વિડિયો શેર કરતા કહ્યું કે, ભાજપ મહિલા વિરોધી છે. ભાજપના પૂર્વ સાંસદ અને કાલકાજી બેઠક પરના ઉમેદવાર રમેશ બિધુરીએ પ્રિયંકા ગાંધીને લઈને આપેલું નિવેદન માત્ર શરમજનક જ નથી પરંતુ મહિલાઓ પ્રત્યેની તેમની બિમાર માનસિકતા પણ દર્શાવે છે. જે વ્યક્તિએ ગૃહમાં પોતાના સાથી સાંસદ સાથે દુર્વ્યવહાર કર્યો છે તેની પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકાય?
ખરાબ વિચારસરણી માટે માફી માંગવી જોઈએ.
સુપ્રિયા શ્રીનેતે વધુમાં કહ્યું કે, શું ભાજપની મહિલા નેતાઓ, મહિલા વિકાસ મંત્રી, નડ્ડા જી કે ખુદ પ્રધાન મંત્રી મોદી આ ખરાબ ભાષા અને વિચારસરણી પર કંઈ કહેશે? વાસ્તવમાં, મોદીજી પોતે આ ખરાબ ભાષા અને મહિલાઓ વિરુદ્ધના વિચારના પિતા છે. જ્યારે તેઓ ચૂંટણી સભાઓમાં મંગળસૂત્ર અને મુજરા જેવા શબ્દો બોલે છે, ત્યારે તેમના લોકો માત્ર રમેશ બિધુરી જ નહીં પરંતુ તેમની ટોચની નેતાગીરીએ આ ખરાબ વિચારસરણી માટે માફી માંગવી જોઈએ.
આ પણ વાંચો : Ajmer Sharif Dargah : પીએમ મોદીએ અજમેર શરીફની દરગાહ માટે ચાદર મોકલી, ઓવૈસી કર્યો આ કટાક્ષ
કાલકાજીના તમામ રસ્તાઓ પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવીશ
પ્રિયંકા ગાંધી બાબતે કરેલા વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ કહેતા સાંભળવા મળે છે કે લાલુએ બિહારના રસ્તાઓને હેમા માલિનીના ગાલ જેવા બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ તેઓ તેમ કરી શક્યા નહીં. હું તમને ખાતરી આપું છું, જેમ ઓખલા અને સંગમ વિહારના રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. એ જ રીતે હું કાલકાજીના તમામ રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવીશ.