રામ મંદિરમાં હશે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા…

અયોધ્યા: જાન્યુઆરી 2024માં રામ મંદિરમાં પ્રભુ રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે ત્યારે 500 વર્ષની લડત બાદ મળેલી આ રામ જન્મ ભૂમિ પર બંધાયેલા મંદિરને સુરક્ષિત રાખવા માટે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ એટલે કે CISFએ યુપી સરકારને મહત્વપૂર્ણ સૂચનો આપ્યા છે, જેના આધારે રામ મંદિર સુરક્ષા યોજનાની અભેદ્ય કવચ તૈયાર કરવામાં આવ્યું છે.
CISF ટેક વિંગે યુપી સરકારને ખાસ રીતે બનાવવામાં આવેલ રામ મંદિરની સુરક્ષા યોજના માટે ઘણા મહત્વપૂર્ણ સૂચનો આપ્યા છે. જેમાં મલ્ટિ-લેયર સુરક્ષા, ફ્રિસ્કિંગમાં આધુનિક સાધનોનો ઉપયોગ, ચેકિંગ અને મંદિરની સુરક્ષા વ્યવસ્થા, મંદિરની પોતાની બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ.
આ સિવાય અલગ-અલગ એજન્સીઓએ રામ મંદિર પરિસરમાં કયા સ્થળોએ અપેક્ષિત ભીડ છે તેનું વિગતવાર મૂલ્યાંકન પણ કર્યું છે. સીઆઈએસએફના આ સૂચન કરેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને યુપી સરકાર અને યુપી પોલીસ સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સ મંદિરની સંપૂર્ણ ફૂલ પ્રૂફ સુરક્ષા યોજના તૈયાર કરી રહી છે.
ખાસ બાબત તો એ છે કે સુરક્ષા યોજના માટે સૂચનો તૈયાર કરવામાં બે મહિનાનો સમય લાગ્યો હતો, જે દરમિયાન CISF અને ઉત્તર પ્રદેશ સરકાર વચ્ચે અનેક રાઉન્ડની બેઠકો યોજાઈ હતી. રામ મંદિર ક્યાં વિસ્તારમાં છે, અહી કેટલી ભીડ છે તેમજ રોજ ભક્તોની કેટલી અવર જવર રહેશે આ તમામ બાબતો ધ્યાનમાં રાખીને યુપી સરકારને સુરક્ષા યોજનાઓ સૂચવવામાં આવી હતી.
નોંધનીય છે કે CISF ટેક બ્રાન્ચ એ ટ્રેન્ડ નિષ્ણાતોનું જૂથ છે. જે સંવેદનશીલ સંકુલોની સુરક્ષા માટે કન્સલ્ટન્સી પૂરી પાડે છે. નિયમો અનુસાર સંબંધિત એજન્સી CISFને લેટર આપે છે.ગૃહ મંત્રાલયની મંજૂરી બાદ કન્સલ્ટન્સીની આ પ્રક્રિયા શરૂ થાય છે. રામ મંદિર સુરક્ષા યોજના માટે આ સુરક્ષા સૂચનો આ પ્રક્રિયા હેઠળ તૈયાર કરવામાં આવ્યા હતા.
CISF ને રામ મંદિર સુરક્ષા યોજના માટે કન્સલ્ટન્સી આપવા માટે પણ પસંદ કરવામાં આવી હતી કારણ કે અગાઉ CISF એ તિરુપતિ મંદિર, શિરડી સાંઈ બાબા મંદિર, ગોરખનાથ મંદિર, મહાકાલેશ્વર મંદિર, કાશી વિશ્વનાથ મંદિર અને મહાબોધિ મંદિર માટે પણ તેની સુરક્ષા પૂરી પાડી ને વિશેષ સેવા આપી છે.