Ram Temple to Complete by Sept 2025: 3-Month Deadline

Rammandir નિર્માણમાં થઈ શકે છે વિલંબ, આ છે કારણ

અયોધ્યા: અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને(Rammandir) પૂર્ણ કરવામાં ત્રણ મહિનાનો વિલંબ થઈ શકે છે અને હવે આ મંદિર સપ્ટેમ્બર 2025 સુધીમાં તૈયાર થઈ જાય તેવી શક્યતા છે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ  માહિતી આપી હતી કે અગાઉ મંદિરનું નિર્માણ જૂન 2025 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય હતું. પરંતુ હાલમાં 200 કામદારોની અછતને કારણે તેમાં વિલંબ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે મંદિરની બાઉન્ડ્રી વોલમાં વપરાયેલ 8.5 લાખ ઘનફૂટ લાલ બંસી પહારપુર પથ્થર અયોધ્યા પહોંચી ચૂક્યો છે.પરંતુ કામદારોની અછતને કારણે નિર્માણ કાર્યમાં અવરોધ આવી રહ્યો છે.

Also read: harkhand માં સીએમના અંગત સલાહકારના નિવાસે આવકવેરાના દરોડા, રાજકારણ ગરમાયું

ડિસેમ્બરના અંત સુધીમાં આ મૂર્તિઓ અયોધ્યા પહોંચશે

નૃપેન્દ્ર મિશ્રાએ એમ પણ કહ્યું કે મંદિરના નિર્માણમાં ઉપયોગમાં લેવાતા પથ્થરોની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ  પહેલા માળે કેટલાક પત્થરો નબળા અને પાતળા મળી આવ્યા છે. તેમની જગ્યાએ હવે મજબૂત મકરાણા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મંદિરની અન્ય રચનાઓ જેવી કે સભામંડપ, બાઉન્ડ્રી અને પરિક્રમા માર્ગના નિર્માણની પ્રક્રિયા પણ ચાલી રહી છે. તેમણે એમ પણ જણાવ્યું કે શિલ્પકારોએ ખાતરી આપી છે કે ડિસેમ્બર 2024 સુધીમાં મંદિરની તમામ મૂર્તિઓનું નિર્માણ પૂર્ણ થઈ જશે અને ડિસેમ્બરના અંત સુધીમાં આ મૂર્તિઓ અયોધ્યા પહોંચી જશે.

જયપુરમાં મૂર્તિઓના નિર્માણનું કામ ચાલી રહ્યું છે

જયપુરમાં રામ દરબાર અને સાત મંદિરો સહિત અન્ય મૂર્તિઓનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ મૂર્તિઓને ડિસેમ્બર સુધીમાં અયોધ્યા લાવવામાં આવશે અને ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે તેમને મંદિરમાં કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવશે. નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે રામલલાની બે મૂર્તિઓને ટ્રસ્ટ દ્વારા પહેલેથી જ મંજૂરી આપવામાં આવી છે અને તેમને મંદિરમાં યોગ્ય સ્થાન આપવામાં આવશે. આ સાથે મંદિર પરિસરમાંથી ભક્તોને દર્શન કર્યા બાદ બહાર જવાનો રસ્તો વધુ સુલભ બનાવવા માટે પણ ચર્ચા ચાલી રહી છે. કારણ કે જન્મભૂમિ માર્ગની સામે જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે તેમને બહાર નીકળવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

Also read: હાવડા નજીક સિકંદરાબાદ-શાલીમાર ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતર્યા, બે મુસાફરોને ઇજા, મોટીદુર્ઘટના ટળી

રામ મંદિર નિર્માણ સમિતિની બેઠકો ચાલુ છે

રામ મંદિર નિર્માણ સમિતિની બેઠકો ચાલુ છે અને સમિતિના સભ્યો તેને પૂર્ણ કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે. આગામી કામોની યોજના મુજબ મંદિરની રચનાઓ અને મૂર્તિઓની અંતિમ સ્થાપના ટૂંક સમયમાં કરવામાં આવશે. મિશ્રાએ એવી પણ ખાતરી આપી હતી કે તમામ બાંધકામ સમયસર પૂર્ણ કરવામાં આવશે. જોકે કામદારોની અછત અને સામગ્રીમાં ફેરફારને કારણે સમયરેખામાં થોડો વિલંબ થવાની સંભાવના છે.

સંબંધિત લેખો

Back to top button