નેશનલ

સોળે કળાએ ખીલી ઉઠી અયોધ્યા નગરી, રામ નવમીના મહોત્સવમાં આવશે 50 લાખ શ્રદ્ધાળુ…

અયોધ્યાઃ અયોધ્યા હિંદુઓની આસ્થા અને વિશ્વાસનું સૌથી મોટું મંદિર બન્યું છે. રામ નવમીના તહેવારને લઈને સમગ્ર અયોધ્યા નગરીને શણગારવામાં આવી રહી છે. રામ નવમીને લઈને અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં તૈયારીઓ ચાલી રહી છે. અત્યારે અયોધ્યાનું શ્રી રામ મંદિર અલૌકિક વાતાવરણનું નિર્માણ થયું છે. રામ મંદિરના મુખ્ય દરવાજાને ખાસ શણગારવામાં આવ્યો છે, જ્યાં ભક્તો ઉત્સાહપૂર્વક દર્શન કરી રહ્યા છે. ખાસ કરીને રામ નવમીને લઈને હજારોની સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે આવવાના છે, જેને લઈને આખી અયોધ્યા નગરીમાં ઉત્સાહનો માહોલ છે.

અયોધ્યા નગરીમાં ઉજવવામાં આવશે રામ નવમી મહોત્સવ

ram navami ayodhya 2025

રામ નવમીને લઈને સમગ્ર અયોધ્યા શહેરને પણ દિવ્ય અને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. રસ્તાઓ પર ચમકતા સૂર્યસ્તંભો, સ્વચ્છ અને પહોળા રસ્તાઓ, સરયુ નદીનો સ્વચ્છ અને શુદ્ધ કિનારો, રામ કી પૌડીનું દિવ્ય સૌંદર્ય – આ બધું મળીને શહેરની શોભા વધારી રહ્યાં છે. હિંદુઓનું નવુ વર્ષ અને રામ નવમીને લઈ અત્યારે અયોધ્યા આકર્ષક લાગી રહી છે. શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવી રહ્યાં છે, જ્યાં પ્રભુ શ્રીરામ બિરાજમાન છે તે ગર્ભગૃહને પણ આકર્ષક રીતે શણગારવામાં આવ્યો છે. મૂળ વાત એ છે કે, અયોધ્યાનું રામ મંદિર અત્યારે શ્રીરામની જેમ મનમોહક લાગી રહ્યું છે.

મહોત્સવમાં આશરે 50 લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓ આવશે

હિંદુ પંચાગ પ્રમાણે આજે રવિવારથી નવ દિવસથી રામ નવમીનો મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. રામ નવમી દરમિયાન આશરે 50 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ આવે તેવી સંભાવનાઓ છે. અત્યારે રામ મંદિરમાં કથા-પ્રવચન અને ભજન-કિર્તન ચાલી રહ્યાં છે, જેથી વાતાવરણ પણ ભક્તિમય બન્યું છે. અહીં શનિવારે ચૈત્ર અમાવસ્યાના અવસર પર એક લાખથી વધુ ભક્તોએ સરયુમાં સ્નાન કર્યું અને ભગવાન નાગેશ્વરનાથ મહાદેવની પૂજા કરી હતી. મહત્વની વાત એ છે કે, જે શ્રદ્ધાળુઓ અયોધ્યા નથી આવી શક્યા તેઓ પણ રામ નવમીનો ઉત્સવ મનાવી શકે તે માટે પ્રસાર ભારતી દ્વારા આ કાર્યક્રમનું સીધું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.

આપણ વાંચો : Mann Ki Baat માં પીએમ મોદીએ નવરાત્રિની શુભેચ્છા સાથે આપ્યા આ સંદેશ

રામ નવમીના મેળાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ અને આનંદ

રામ નવમીના મેળા માટે ભક્તોનું આગમન પણ શરૂ થઈ ગયું છે. મહાકુંભ મેળા પછી, હવે અયોધ્યામાં રામ નવમીના મેળાને લઈને લોકોમાં ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે. નવ દિવસનો રામ નવમી મેળો આજે રવિવારથી શરૂ થઈ રહ્યો છે. રામ જન્મોત્સવનો મુખ્ય તહેવાર 6 એપ્રિલે ઉજવવામાં આવશે. રામ મંદિર સહિત તમામ મુખ્ય મંદિરોમાં વિશેષ પ્રાર્થના અને પૂજા કરવામાં આવશે. ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button