Ram mandir: ગભર્ગૃહમાં કોણ કોણ છે?

અયોધ્યાઃ અયોધ્યા ખાતે ભગવાન રામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટેની પૂજા શરૂ થઈ ગઈ છે ત્યારે ગભર્ગૃહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંઘસરસંચાલક મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ગભર્ગૃહમાં હાજર છે.
પીએમ મોદી પૂજારીઓ દ્વારા બોલાઈ રહેલા મંત્રોચ્ચાર વચ્ચે પૂજાવિધિ કરી રહ્યા છે. મંદિર બહાર પ્રાંગણમાં સતત રામનામનો ધ્વનિ ગૂંજી રહ્યો છે અને અત્યંત દિવ્ય વાતાવરણ અયોધ્યામાં સર્જાયું છે.