નેશનલ

રામ મંદિર ટ્રસ્ટને વિદેશી ભંડોળ મેળવવા મંજૂરી

નવી દિલ્હી: ગૃહ મંત્રાલયે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે વિદેશી સ્ત્રોતો પાસેથી યોગદાન મેળવવા માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને એફસીઆરએની મંજૂરી આપી છે. ગૃહ મંત્રાલયના જનરલ સેક્રેટરી ચંપત રાયે બુધવારે જણાવ્યું હતું કે કૃપા કરીને નોંધ લો કે આ પ્રકારનું યોગદાન દિલ્હીમાં સ્થિત સ્ટેટ બેંકની મુખ્ય શાખામાં ટ્રસ્ટના નિયુક્ત બૅન્ક ખાતામાં જ મોકલી શકાય છે. તેમણે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે શ્રી રામ
જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને વિદેશ યોગદાન નિયમન અધિનિયમ ૨૦૧૦ હેઠળ સ્વૈચ્છિક યોગદાન મેળવવા માટે ભારત સરકારના ગૃહ મંત્રાલયના એફસીઆરએ (ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ) વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ તાજેતરમાં એક મુલાકાતમાં જણાવ્યું હતું કે અયોધ્યામાં ત્રણ માળના રામ મંદિરના ભોંયતળિયાનું બાંધકામ ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે અને ૨૨ જાન્યુઆરીએ અભિષેક સમારોહ થવાની ધારણા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૦ થી ૨૪ જાન્યુઆરી વચ્ચે કોઈપણ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા સંબંધિત કાર્યક્રમમાં ભાગ લેશે તેવી અપેક્ષા છે. વડા પ્રધાન કાર્યાલય દ્વારા હજુ અંતિમ તારીખ જણાવવામાં આવી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button