અમદાવાદઃ આજે અયોધ્યા ખાતે રામલલ્લા માટે બનેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં મહેમાનો પહોંચી ગયા છે. લોકોનું ધ્યાન સ્વાભાવિક રીતે સેલિબ્રિટી પર જાય ત્યારે મુંબઈ એરપોર્ટથી જ તેમના ફોટા વાયરલ થઈ રહ્યા છે.
સૌથી વધારે ધ્યાન ખેંચ્યું છે રણબીર કપૂરે. રણબીરે વ્હાઈટ ધોતીકુર્તો પહેરી સૌનું મન મોહી લીધું છે.
ધાર્મિક પ્રસંગમાં હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ધોતી પહેરવામાં આવે છે ત્યારે રણબીરે ધોતી પહેરી છે તો આલિયાએ બ્યુ રંગની સાડી અને મેતિંગ મોટા એરિંગમાં સૌને મોહી લીધા છે. કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.
આવું બીજું પણ એક સુંદર કપલ છે અને તે છે કેટરિના કૈફ અને વીકી કૌશલ. વીકીએ ઑફ વ્હાઈટ કલરની શેરવાની પહેરી છે ત્યારે કટરિના ગોલ્ડન કલરની સાડીમાં એકદમ ઝળકી રહી છે. બન્ને કપલને જૂઓ તો તેમના પરથી નજર ન હટે તેટલું સુંદર દેખાઈ રહ્યું છે.
આ જ રીતે ધકધક ગર્લ માધુરીએ પણ ગોલ્ડન સાડી પહેરી છે જ્યારે ડૉ. શ્રીરામ નેને પણ શેરવાનીમાં જોવા મળ્યા છે. જગ્ગુદાદા એટલે કે જેકી શ્રોફે વ્હાઈટ ઝભ્ભો પાયજામા અને સેફ્રોન કલરનો સ્કાર્ફ પહેર્યો છે. સચિન વ્હાઈટ શર્ટ અને ડેનિમ જીન્સમાં મુંબઈ એરપોર્ટ ખાતે દેખાયો હતો.