રામ મંદિરના ઉદઘાટનના દિવસે રાષ્ટ્રીય રજા જાહેર કરો: આ મંહતે કરી આવી માંગણી
નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિરનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. રામ મંદિરમાં 22મી જાન્યુઆરી 2024ના રોજ હજારો ભક્તો, મહાનુભવોની હાજરીમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાનાર છે. તેતી આ દિવસ સમગ્ર દેશ માટે ખૂબ જ મોટો અને ઐતિહાસિક દિવસ હશે. તેથી 22મી જાન્યુઆરી 2024ના રોજ આખા દેશમાં રજા જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે.
અયોધ્યાના ભવ્ય રામ મંદિરના ઉદઘાટનનો દિવસ એટલે 22મી જાન્યુઆરી 2024ના રોજ રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવે એવી માંગણી અખિલ ભારતીય સંત સમિતિના મહારાષ્ટ્ર રાજ્ય અધ્યક્ષ મહંત અનિકેત શાસ્ત્રીએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે કરી છે. મહંત અનિકેત શાસ્ત્રીએ જણાવ્યું કે, આ તમામ હિન્દુઓ માટે આનંદનો દિવસ છે.
ત્યારે હું મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે, 22મી જાન્યુઆરી 2024ના રોજ ભવ્ય રામ મંદિરનું ઉદઘાટન થનાર છે, ત્યારે આ દિવસ રાષ્ટ્રીય રજા તરીકે જાહેર કરવો. જેથી તમામ દેશવાસીઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની શકે.
દરમીયાન શ્રી રામજન્મ ભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના વિશ્વસ્ત અને ઉડ્ડપી પેજાવર મઠના પ્રમુખ શ્રી વિશ્વપ્રસન્ન તીર્થ એમણે કહ્યું કે, 16મી નવેમ્બરે કહ્યું હતું કે, 22 જાન્યુઆરીના રોજ મંદિરમાં રામલલ્લાની મૂર્તીની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ ભક્તો અયોધ્યા જઇને ભગવાન શ્રી રામના દર્શન કરી શકશે. તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં અભિજીત મહૂરત પર મંદિરની મૂર્તીનું પ્રિતષ્ઠાપન કરવામાં આવશે. સુરક્ષાના કારણોસર ઉદઘાટનના દિવસે માત્ર આમંત્રિત મહેમાનોને જ મંદિરમાં પ્રવેસ આપવામાં આવશે એમ પણ તેમણે જણાવ્યું હતું.