Ram Mandir: રામ લલ્લાની મૂર્તિની અયોધ્યાની નગરયાત્ર રદ, આ કારણે લેવાયો નિર્ણય
અયોધ્યા: રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય એ પહેલા 17 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં મૂર્તિની શોભાયાત્રા નીકળવાની હતી, જે હવે મોકૂફ રાખવામાં આવી છે. હવે ભક્તો પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ પહેલા અયોધ્યા શહેરના રસ્તાઓ પર રામ લલ્લાની નવી મૂર્તિના દર્શન કરવા નહીં મળે. ક્રાઉડ મેનેજમેન્ટ મેનેજમેન્ટની મુશ્કેલીઓને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રસ્ટના એક વરિષ્ઠ કાર્યકર્તાએ સુરક્ષા એજન્સીઓ દ્વારા ઊભી કરાયેલી ક્રાઉડ મેનેજમેન્ટ અંગેની ચિંતાઓને ટાંકીને જણાવ્યું હતું કે શહેરમાં શોભાયાત્રાને બદલે ટ્રસ્ટ એ જ દિવસે રામ જન્મભૂમિના પરિસરની અંદર નવી મૂર્તિની યાત્રાનું આયોજન કરશે. કાશીના આચાર્યો અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ સાથેની બેઠક બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારીઓએ આ નિર્ણય લીધો હતો. અયોધ્યા જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે રામ લલ્લાની નવી મૂર્તિને શહેરમાં લઈ જવામાં આવશે તો શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ‘દર્શન’ માટે ધસી આવશે જેને કારણે ભીડને નિયંત્રિત કરવી મુશ્કેલ બનશે.