રામ મંદિરના કાર્યક્રમ મુદ્દે પાકિસ્તાને દખલગીરી કરતા ભારતે આપ્યો જડબાતોડ જવાબ

નવી દિલ્હીઃ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. નવા મંદિરના નિર્માણ બાદ શિખર વિના જ ગયા વર્ષે મંદિરમાં દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. હવે શિખર સાથે આખું મંદિર બનીને તૈયાર થયું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિખર પર ધર્મ ધ્વજા ચડાવવામાં આવી હતી.
અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ધર્મ ધ્વજાની સ્થાપનાથી પાકિસ્તાન રઘવાયું થયું છે. પાકિસ્તાને આને ધર્મ ધ્વજાની સ્થાપનાને ભારતના લઘુમતિઓ અને મુસ્લિમ સાંસ્કૃતિક વારસા માટે ખતરો ગણાવ્યો હતો. જેને લઈ ભારતે પણ સણસણતો જવાબ આપ્યો હતો.
આ પણ વાંચો: “નહિ દરિદ્ર, કોઉ દુખી ન દીના”: અયોધ્યાથી PM મોદીએ રામરાજ્યને ‘વિકસિત ભારત’ સાથે જોડ્યું; કહી મહત્વની વાત…
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, પાકિસ્તાન પાસે બીજાને ઉપદેશ આપવાનો કોઈ નૈતિક અધિકાર નથી. તેમણે પાકિસ્તાનની કટ્ટરતા, અત્યાચાર અને લઘુમતીઓના શોષણના રેકોર્ડનો ઉલ્લેખ કર્ચયો હતો. જયસ્વાલે કહ્યું, અમે તેમનું નિવેદન સાંભળ્યું છે અને તેને વખોડી કાઢીએ છીએ. કટ્ટરતા, અત્યાચાર અને લઘુમતીઓ પર ગુજારવામાં આવતાં ત્રાસનો તેમનો લાંબો ઇતિહાસ છે. તેથી પાકિસ્તાને બીજાને ઉપદેશ આપવાનો કોઈ નૈતિક અધિકાર નથી.



