Noida Farmers protest: નોઈડા પોલીસે ખેડૂતોને દિલ્હી જતા રોક્યા, રાકેશ ટિકૈત પ્રદર્શનમાં પહોંચ્યા
નોઈડા: સંપાદિત જમીન સામે વળતર સંબંધિત માગણીઓ અંગે નોઈડા ઓથોરિટીના ગેટ પર દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ આજે ગુરુવારે દિલ્હી તરફ કૂચ કરી છે. ખેડૂતોને નોઈડામાં મહામાયા ફ્લાયઓવર નજીક દલિત પ્રેરણા સ્થળ પાસે રોકવામાં આવ્યા છે. અહીં ખેડૂતોની ભીડ જામી છે, જેના કારણે ભારે ટ્રાફિક થઇ ગયો છે. આ જોતાં ટ્રાફિક પોલીસે સેક્ટર-6 ઉદ્યોગ માર્ગ પર વાહનોની અવરજવર પર આંશિક પ્રતિબંધ મૂક્યો હતો. પ્રદર્શનમાં સામેલ થવા માટે ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ રાકેશ ટિકૈત પણ પહોંચ્યા છે.
ખેડૂતોની વિરોધ કુચને ધ્યાનમાં રાખીને દિલ્હી-નોઈડા, ચિલ્લા બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઘણા ખેડૂત નેતાઓને તેમના નિવાસસ્થાન પર જ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
પોલીસે કેટલાક માર્ગો પહેલાથી જ ડાયવર્ટ કરી દીધા હતા. ક્રેઈન, બુલડોઝર, વજ્ર જેવા વાહનો તૈનાત કરવામાં આવ્યા છે અને ડ્રોન કેમેરાથી પણ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોના વિરોધને કારણે દિલ્હી-નોઈડા બોર્ડર પર લાંબો જામ રહ્યો હતો. જેથી લોકોને ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સાથે સાથે પોલીસ અધિકારીઓ સતત ખેડૂતો સાથે વાત કરી રહી છે, જેથી તેઓ તેમનું પ્રદર્શન પાછું ખેંચે.
સમગ્ર વિસ્તારમાં કલમ 144 હેઠળ લાગુ કરવામાં આવી છે, જેના હેઠળ 5 થી વધુ લોકોના એકઠા થવા અને ધાર્મિક અને રાજકીય સહિત અન્ય કોઈપણ પ્રકારના સરઘસ પર પ્રતિબંધ છે.